ઓગસ્ટ 2026 થી અમલ, “ટ્રેડ્સ, એમ્બર અને રેડ લિસ્ટ: તમારા વ્યવસાયના આધારે નક્કી થશે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવાનો માર્ગ.”ઇંગ્લિશ ટેસ્ટની માન્યતા વધીને 5 વર્ષ થઈ, એકાઉન્ટન્ટ્સને સીધા 6 પોઇન્ટનો લાભ મળશે
વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ સરકારે સ્કિલ્ડ માઇગ્રન્ટ કેટેગરી (SMC) હેઠળ રહેઠાણના વિઝા (Residence Visa) મેળવવા માંગતા લોકો માટે નવી વિગતો જાહેર કરી છે. આ ફેરફારો ઓગસ્ટ 2026 ના અંતથી અમલમાં આવશે, જેનો મુખ્ય હેતુ કુશળ કામદારો માટે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવાનો છે.
ત્રણ મહત્વની યાદીઓ (Lists) જાહેર
ઇમિગ્રેશન વિભાગે વ્યવસાયોને ત્રણ અલગ-અલગ યાદીઓમાં વહેંચ્યા છે, જેના આધારે વિઝાની પાત્રતા નક્કી થશે:
- ટ્રેડ્સ એન્ડ ટેકનિશિયન પાથવે લિસ્ટ: આ યાદીમાં આવતા વ્યવસાયોના લોકો પાસે લેવલ 4 કે તેથી વધુની લાયકાત અને 4 વર્ષનો અનુભવ (જેમાં 1.5 વર્ષ ન્યૂઝીલેન્ડમાં) હોવો જરૂરી છે.
- એમ્બર લિસ્ટ (Amber List): આ યાદીના લોકો માત્ર ‘સ્કિલ્ડ વર્ક એક્સપિરિયન્સ પાથવે’ હેઠળ અરજી કરી શકશે, જેમાં ન્યૂઝીલેન્ડમાં 5 વર્ષનો અનુભવ જરૂરી છે.
- રેડ લિસ્ટ (Red List): આ યાદીમાં સમાવિષ્ટ લોકોએ પ્રવર્તમાન 6-પોઇન્ટ સિસ્ટમ હેઠળ જ અરજી કરવાની રહેશે.
વેતન (Median Wage) ના નિયમોમાં મોટી રાહત
નવા ફેરફારો મુજબ, વેતનની ગણતરીમાં અરજદારોને રાહત આપવામાં આવી છે:
- રહેઠાણ માટે અરજી કરતી વખતે અરજદારે લેટેસ્ટ મીડિયન વેજને બદલે, જ્યારે તેમણે અનુભવ મેળવવાનું શરૂ કર્યું હતું તે સમયના વેતન દરને પૂર્ણ કરવાનો રહેશે.
- જો વિઝા મળ્યાના 5 મહિનામાં કામ શરૂ કરવામાં આવે, તો તે સમયનો વેતન દર માન્ય ગણાશે, ભલે પછી તે વધી ગયો હોય.
અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો
- ઇંગ્લિશ ટેસ્ટની માન્યતા: જેમની પાસે માન્ય ઓક્યુપેશનલ રજીસ્ટ્રેશન છે, તેમના માટે ઇંગ્લિશ ટેસ્ટનું પરિણામ હવે 5 વર્ષ સુધી માન્ય રહેશે.
- એકાઉન્ટન્ટ્સ માટે લાભ: ન્યૂઝીલેન્ડમાં રજીસ્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેઓ ‘Certified Practising Accountants Australia’ ના સભ્ય છે, તેમને SMC હેઠળ સીધા 6 પોઇન્ટ મળશે.
- વધારે વર્ક વિઝા: વર્ષ 2027 થી, જેમને અનુભવ પૂર્ણ કરવા માટે વધુ 12 મહિનાની જરૂર છે, તેઓ વધારાના ‘Accredited Employer Work Visa’ માટે અરજી કરી શકશે.
લાયકાત અંગે સ્પષ્ટતા
લેવલ 8 અથવા 9 ની લાયકાત ધરાવતા અરજદારો પાસે બેચલર ડિગ્રી હોવી અનિવાર્ય છે. જોકે, ન્યૂઝીલેન્ડની લેવલ 9 માસ્ટર્સ ડિગ્રી માટે 5 પોઇન્ટ મેળવનારાઓને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવી છે.