3-3થી ડ્રો રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ન્યુઝીલેન્ડની ભારત પર 5-4થી જીત
ટીમ ઈન્ડિયા રવિવારે (22 જૂન) હોકી વર્લ્ડ કપમાં ક્રોસઓવર મેચ હારી ગઈ હતી. ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર સાથે ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. નિર્ધારિત સમય સુધી બંને ટીમો 3-3ની બરાબરી પર હતી. જે બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ન્યુઝીલેન્ડે ત્યાં 5-4થી જીત મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં 24 જાન્યુઆરીએ તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે. આ સાથે તેનું 1975 પછી મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.
મેચમાં ભારતે પ્રથમ ગોલ કર્યો હતો. જે બાદ તેણે બીજો ગોલ કર્યો હતો. ન્યુઝીલેન્ડે એક ગોલ કર્યો હતો અને ત્યારબાદ ભારતે ત્રીજો ગોલ કર્યો હતો. જે બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ કિવી ટીમે જોરદાર વાપસી કરી હતી. તેણે બે શાનદાર ગોલ કરીને ભારતીય ખેલાડીઓ અને ચાહકોને દંગ કરી દીધા હતા. ન્યૂઝીલેન્ડે મેચમાં પાછળ રહીને બરાબરી કરી હતી અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી. ભારત તરફથી મેચમાં લલિત ઉપાધ્યાય, વરુણ કુમાર અને સુખજીત સિંહે ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયા 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.