ન્યુઝીલેન્ડમાં છેલ્લા અઠવાડિયાથી કોવિડ -19 કેસમાં વધારો થયો છે.
ન્યુઝીલેન્ડમાં રવિવારથી એક સપ્તાહ દરમિયાન કોવિડ-19ના 5878 નવા કેસ નોંધાયા છે અને વાયરસને કારણે કોરોનાના 15 વધુ દર્દીઓના મૃત્યુ થયા છે.
નવા નોંધાયેલા કેસોમાંથી 1360 સંભવિત કેસો હતા અને 3807 પુનઃ ચેપગ્રસ કોરોનાના દર્દીઓ હતા.
નવા કેસોની સાત દિવસની રોલિંગ એવરેજ પ્રતિદિન 838 દર્દીઓની જોવા મળી છે.
જોકે,રસી લેનારા દર્દીઓ પૈકી હોસ્પિટલમાં ખૂબ ઓછાને દાખલ થવુ પડ્યું હતું.
આમ,કોરોનાએ ન્યુઝીલેન્ડમાં ફરી ઉથલો માર્યો છે અને હોસ્પિટલમાં દર્દીઓ આવી રહયા હોય તંત્ર એલર્ટ બન્યું છે.