31 જુલાઈથી ન્યુઝીલેન્ડ પોતાની બોર્ડર તમામ વિઝા ધારકો માટે ખુલ્લી રાખવાની કરી જાહેરાત
ન્યૂઝીલેન્ડ પહોંચવા માગતા તમામ પ્રવાસી અને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવે છે કારણકે ન્યૂઝીલેન્ડ સરકારે પોતાની જૂની યોજના બે મહિના અગાઉ જ દેશની સરહદો ખોલવાનો નિર્ણય કર્યો છે. બુધવારે બપોરે વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સરહદ તમામ પ્રવાસીઓ અને વિઝા ધારકો માટે 31 જુલાઈના રોજ આયોજન કરતાં બે મહિના વહેલા ફરી ખુલશે.”
“પરિવારો, વ્યવસાયો અને અમારા સ્થળાંતરિત સમુદાયો માટે આ આવકારદાયક સમાચાર હશે. વસંત અને ઉનાળાની ઋતુઓમાં ન્યુઝીલેન્ડ પરત ફરવાનું આયોજન કરતી એરલાઇન્સ અને ક્રુઝ શિપ કંપનીઓ માટે નિશ્ચિતતા અને સારી તૈયારીનો સમય પણ પ્રદાન કરશે.
સરકાર દ્વારા આ સાથે જ ઈમિગ્રેશનને લગતી બીજી અન્ય જાહેરાત પણ કરવામાં આવી છે. કેટલાક ખાસ ક્ષેત્રોમાં ન્યુઝીલેન્ડ ઈમિગ્રેશન તરફ થોડી ઢીલ મૂકી છે જેમાં 85 જેટલા સેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. દેશમાં પહેલેથી જ લગભગ 20,000 માઇગ્રટ્સ માટે વિઝા પણ લંબાવવામાં આવી રહ્યા છે, અને વિદ્યાર્થીઓને કામ કરવા માટે સક્ષમ થવા પર નવા નિયંત્રણો મુકવામાં આવશે.
જ્યારે સરહદ ન્યૂઝીલેન્ડના નાગરિકો અને વિઝા-માફીવાળા દેશોના રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે પહેલેથી જ ખુલ્લી છે, ત્યારે જે દેશોના લોકોને ન્યુઝીલેન્ડની મુસાફરી કરવા માટે વિઝા મેળવવાની જરૂર છે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ફ્લાઇટ્સ બુક કરી શકે પરંતુ તેનો અંદાજ ઓકટોબર w
2022 સુધીનો હતો.
સરકારે લાંબા સમયથી તે તારીખને આગળ લાવવાના ઈરાદાનો સંકેત પહેલેથી જ આપ્યો છે, જો કે, હવે આર્ડર્ને પુષ્ટિ કરી કે તે 31 જુલાઈના રોજ 11.59pm થી શરૂ થશે – શરૂઆતના બે મહિના આગળ લાવશે – વિઝાવાળા પ્રવાસીઓને ઓગસ્ટથી આવવાની મંજૂરી આપશે. આર્ડર્ને જણાવ્યું હતું કે આજની જાહેરાત ઇમિગ્રેશન સેટિંગ્સનું સરળીકરણ છે જે તાત્કાલિક સ્કિલ્સ શોર્ટેજ અછતને દૂર કરશે અને કોવિડ -19 થી આર્થિક પુનઃપ્રાપ્તિને ઝડપી બનાવશે.