ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ટી-20 વિશ્વકપની ફાઇનલમાં, ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું, ડેરેલ મિચેલની સ્ફોટક ઇનિંગ્સ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
પહેલા વન-ડે વિશ્વકપની ફાઇનલ, ત્યારબાદ ટેસ્ટ વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ અને હવે ટી-20 વિશ્વકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ ટીમનો ફાઇનલમાં પ્રવેશ. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર દેખાવ કર્યો છે. અબુ ધાબીમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે.
ન્યૂઝીલેન્ડની ટીમે 6 બોલ પહેલા 5 વિકેટથી મેચ જીતી ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 166 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડે 13 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડેરિલ મિચેલ અને ડેવોન કોનવેએ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. ડેવોન કોનવે સારી લયમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ કોનવેને 46 રનના સ્કોર પર લિયામ લિવિંગસ્ટોને બટલરના હાથે સ્ટમ્પિંગ કરાવીને ઈંગ્લેન્ડની મેચમાં વાપસી કરાવી હતી. કોનવે 38 બોલમાં પાંચ ફોર અને એક ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ જિમી નીશામે ડેરિલ મિચેલ સાથે મળીને માત્ર 17 બોલમાં 40 રન બનાવી કીવીની વાપસી કરાવી હતી. નીશામ માત્ર 11 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 27 રન બનાવી રાશિદની ઓવરમાં આઉટ થયો હતો.