ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેન વિલિયમસનને ટુર્નામેન્ટની કમાન સોંપવામાં આવી છે.

ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેન વિલિયમસનને ટુર્નામેન્ટની કમાન સોંપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે તાજેતરમાં જ પાકિસ્તાન સામે પાંચ મેચની T20 શ્રેણી રમી હતી. જો કે સંપૂર્ણ ટુકડી પાકિસ્તાન પ્રવાસ પર ગઈ ન હતી. કેન વિલિયમસન, જેને T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, તે હાલમાં IPL 2024 માટે ભારતમાં છે. વિલિયમસન ગુજરાત ટાઇટન્સનો ભાગ છે.

આપને જણાવી દઈએ કે ICCએ ટીમોની જાહેરાત માટે 1 મેની અંતિમ તારીખ નક્કી કરી છે. પરંતુ ન્યુઝીલેન્ડે તે પહેલા 29 એપ્રિલ (સોમવારે) ટીમની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો ટૂર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે, જે અમેરિકા અને કેરેબિયન દેશોમાં રમાશે.

વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમમાં અનુભવી સિનિયર અને યુવા ખેલાડીઓ વચ્ચે સારું સંતુલન જોવા મળી રહ્યું છે.
ટીમમાં કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને ડેરિલ મિશેલ જેવા અનુભવી ખેલાડીઓ છે. આ સિવાય માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર જેવા યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.
રચિન રવિન્દ્ર પણ ODI વર્લ્ડ કપ 2023માં ન્યુઝીલેન્ડનો ભાગ હતો. રચિન આ દિવસોમાં IPL 2024 માટે ભારતમાં છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે.

T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમ

વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટીમ સાઉથી.