ઑસ્ટ્રેલિયામાં નવા વર્ષની જોરદાર ઉજવણી કરવામાં આવી રહી છે લોકો રસ્તા ઉપર ઉતરી ઉજવણી કરી રહયા છે. ભારતીય સમય મુજબ 6:30 કલાકે મધ્યરાત્રિ 12 વાગે છે અને 12 વાગતા જ ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષ 2024નું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવા વર્ષને આવકારવા માટે સિડનીના વિશ્વ પ્રસિદ્ધ સિડની હાર્બર બ્રિજ પર જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.
હાર્બર બ્રિજ પર આતશબાજી સમગ્ર વિશ્વમાં લગભગ 425 મિલિયન લોકોએ જોઈ હતી.

જોકે,સિડનીમાં આજે રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સિડની હાર્બર બ્રિજના કિનારે એકત્ર થયા હતા.
ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર 7 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા બાદ અહીંના ઓપેરા હાઉસને ઇઝરાયલી ધ્વજના રંગોમાં રોશન કરવામાં આવ્યા બાદ આ વિસ્તાર પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનનું કેન્દ્ર બન્યો છે.
આવી સ્થિતિમાં અહીં સુરક્ષા સઘન કરવામાં આવી છે.