અમેરિકામાં VHP, HSS, સેવા ઇન્ટરનેશનલ જેવા 60 સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો, અમેરિકામાં લઘુમતીઓને ટાર્ગેટ કરતા હોવાનો આરોપ, હિન્દુ સંગઠનો આતંકવાદને પ્રોત્સાહિત કરતા હોવાના ગંભીર આરોપો ઠરાવમાં પસાર કરાયા

Canada, America, USA, Anti Hindu Protest, VHP, HSS, Hindu Organisation, American Hindu, કેનેડા, અમેરિકા, હિન્દુ, હિન્દુ સંગઠન,
  • અમેરિકાના ઘણાં રાજ્યોમાં હિન્દુ સંગઠનો દ્વારા ઠરાવ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
  • ડેમોક્રેટિક સેનેટર બોબ મેન્ડેઝ અને કોરી બુકરને ફન્ડિંગની તપાસનો આદેશ

નમસ્કાર ગુજરાત ન્યુઝ.
એકતરફ જ્યાં કેનેડામાં જ્યાં હિન્દુ મંદિરો વિરુદ્ધ હેટ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે ત્યાં અમેરિકામાં 60 જેટલા હિન્દુ સંગઠનોને ત્રાસવાદને સમર્થન પહોંચાડતા હોવાનો આરોપ મૂકીને પ્રતિબંધ ફરમાવી દીધો છે. હાલમાં જ અમેરિકાના ન્યુ જર્સીમાં ટીનેક ડેમોક્રેટિક મ્યુનિસિપલ કમિટી (TDMC)ના નેતાના નેતૃત્વમાં હિંદુ સંગઠનો વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ઈન્ટરનેશનલ, હિન્દુ સ્વયંસેવક સંઘ સહિત 60 સંગઠનો પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

TDMC એ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલી પાર્ટી છે. તેના ઠરાવમાં લખ્યું છે કે આ સંગઠનો ભારત અને અમેરિકામાં લઘુમતીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. બે ડેમોક્રેટિક ધારાસભ્યોને યુએસમાં કાર્યરત હિંદુ સંગઠનોના ભંડોળની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઠરાવ પસાર થયા બાદ અમેરિકાના ઘણા રાજ્યોમાં 60 થી વધુ હિંદુ સંગઠનો લોકશાહી સરકાર વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને કેલિફોર્નિયા અને ન્યુ જર્સીમાં ડેમોક્રેટિક પાર્ટીની સરકારો સામે વિરોધ શરૂ થયો છે. અમેરિકામાં હાલ જો બાઇડનની સરકાર છે અને તેમની ડેમોક્રેટિક પાર્ટી જ હાલ હિન્દુઓને નિશાન બનાવી રહી છે.

વિધર્મીઓના નિશાના પર હિન્દુ સંગઠન
અમેરિકામાં છેલ્લા બે મહિનામાં બનેલી ઘટનાઓ માટે હિન્દુ વિરોધી લોકોએ આ સંગઠનોને નિશાન બનાવ્યા હતા. હકીકતમાં, ભારતીય સ્વતંત્રતા દિવસના અવસર પર, અમેરિકામાં ઘણી જગ્યાએ, પરેડમાં બુલડોઝરને સિદ્ધિઓના પ્રતીક તરીકે વર્ણવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા અમેરિકન સંગઠનોએ તેને વિભાજન અને નફરતના પ્રતીક તરીકે ટીકા કરવાનું શરૂ કર્યું હતું. આ પછી રાજકીય અને સામાજિક સંગઠનોએ અમેરિકામાં યોજાનારા સાધ્વી ઋતંભરાના કાર્યક્રમનો વિરોધ શરૂ કર્યો હતો. જેથી કાર્યક્રમ જ રદ કરવો પડ્યો હતો.

હિન્દુ સંગઠને કહ્યું- આ બદનામ કરવાનું ષડયંત્ર છે
અમેરિકાના હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ ઠરાવમાં હિંદુ સંગઠનો વિશે ખૂબ જ વાંધાજનક વાતો કરવામાં આવી છે. જ્યારે, આ ગતિવિધિ કરતી વખતે, અમને અમારી વાત કરવાની તક આપવામાં આવી ન હતી. આ ઠરાવ એકતરફી દૃષ્ટિએ પસાર કરવામાં આવ્યો હતો, જે નૈતિક રીતે ખોટું છે. આનાથી અમેરિકામાં રહેતા હિંદુઓની છબી ખરાબ થઈ છે. આ અમને બદનામ કરવાનું ષડયંત્ર છે. શાંતિપ્રિય સમુદાય પર દૂષિત આક્ષેપો કરનાર કોઈપણ વ્યક્તિએ તેના પરિણામોનો સામનો કરવો પડે છે.

Canada, America, USA, Anti Hindu Protest, VHP, HSS, Hindu Organisation, American Hindu, કેનેડા, અમેરિકા, હિન્દુ, હિન્દુ સંગઠન,

ડેમોક્રેટિક પાર્ટીના સ્ટેટ યુનિટે પણ આ પ્રસ્તાવને ખોટો ગણાવ્યો
ન્યૂજર્સીમાં ડેમોક્રેટિક પાર્ટીના રાજ્ય એકમે આ હિંદુ વિરોધી પ્રસ્તાવને ખોટો ગણાવ્યો છે. રાજ્ય એકમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીનું મૂળભૂત ધ્યેય લોકોને એકસાથે લાવવાનું છે, તેમને વિભાજિત કરવાનું નહીં. હિન્દુ વિરોધી ઠરાવ આ લક્ષ્યની વિરુદ્ધ છે.