પાકિસ્તાનના કાયમી રાજદૂત મુનીર અકરમે કહ્યું કે નવું ભારત ખતરનાક છે.

તેમણે કહ્યું કે ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન પૂરતું મર્યાદિત નથી પરંતુ કેનેડા અને અમેરિકામાં પણ સક્રિય છે.

‘નયા ભારત ઘરમે ઘુસકાર મારતા હૈ!’
પાકિસ્તાની રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ મુજબ જણાવી તેના ઉપર ખેદ અને નારાજગી વ્યક્ત કરી હતી.

તાજેતરમાં, જનરલ એસેમ્બલીને સંબોધિત કરતી વખતે, પાકિસ્તાનના કાયમી રાજદૂત મુનીર અકરમે કહ્યું હતું કે નવું ભારત ખતરનાક છે.
તેમણે કહ્યું કે ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન પૂરતું મર્યાદિત નથી પરંતુ કેનેડા અને અમેરિકામાં પણ સક્રિય છે.

અમેરિકાના એક અગ્રણી અખબારે તાજેતરમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીનું ભાષણ પ્રકાશિત કર્યું હતું. પીએમ મોદીએ એક રેલીમાં કહ્યું હતું કે ભારતના દુશ્મન પાકિસ્તાનને પણ ખબર છે કે આ નવું ભારત છે, તે તમારા ઘરમાં ઘુસીને તમને મારી નાખે છે.
આ રિપોર્ટને ટાંકીને અકરમે કહ્યું કે તે વાત સુરક્ષા પ્રદાન કરનાર નથી પરંતુ અસુરક્ષા ઉભી કરનાર છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સુરક્ષા પરિષદ તેમજ સેક્રેટરી જનરલ અને જનરલ એસેમ્બલીને પાકિસ્તાનમાં લક્ષિત હત્યાના ભારતીય અભિયાન વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, ભારતે આ પ્રકારના આરોપોને ઘણી વખત નકારી કાઢ્યા છે અને તેને સદંતર ફગાવી દીધા છે.

આ પહેલા બ્રિટિશ મુખ્ય અખબાર ધ ગાર્ડિયને દાવો કર્યો હતો કે ભારત સરકારના આદેશ પર પાકિસ્તાનમાં આતંકવાદીઓને ‘ઠેકાણે’પાડવામાં આવી રહ્યા છે.

ભારતીય ગુપ્તચર એજન્ટોને ટાંકીને અખબારે કહ્યું હતું કે આ હત્યાઓ વિદેશી ધરતી પર ભારત વિરોધી પ્રવૃતિ કરનારા આતંકવાદીઓને ખતમ કરવાની ભારતની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.

એવો દાવો કરવામાં આવે છે કે 2020 પછી પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 20 આતંકવાદીઓ માર્યા ગયા છે,ભારતની ગુપ્તચર એજન્સી RAW એ 2019 પછી રાષ્ટ્રીય સુરક્ષાના સાહસિક પગલામાં વિદેશમાં કામગીરી શરૂ કરી હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાની તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ હત્યાઓ મોટે ભાગે યુએઈથી કાર્યરત ભારતીય ગુપ્તચર સ્લીપર સેલ દ્વારા કરવામાં આવી હતી. 2023 માં હત્યામાં વધારો આ સ્લીપર સેલની વધેલી પ્રવૃત્તિને આભારી છે,તેમના પર સ્થાનિક ગુનેગારો અથવા ગરીબ પાકિસ્તાનીઓને હત્યાને અંજામ આપવા માટે લાખો રૂપિયા ચૂકવવાનો આરોપ છે.

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય છે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે તેમણે નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન મેં તેમને કહ્યું હતું કે હત્યાકાંડની તપાસમાં ભારત સરકારની કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય હશે. મેં તેમને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા કરવામાં આવી છે. તેની તપાસમાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમની સરકાર પોતે કેનેડિયન એજન્સીઓ સાથે કામ કરી રહી છે.
સરકાર અને એજન્સીઓ વચ્ચે સંકલન છે.

આ રીતે ભારત વિદેશમાં રહેલા આતંકીઓને પોતાની ખુફિયા એજન્સીના એજન્ટો મારફતે ઠેકાણે પાડી રહ્યું હોવાના આરોપ લાગી રહયા છે.