સિદ્ધુનું રાજીનામું નામંજૂર, સમર્થનમાં રઝિયા સુલ્તાન સહિત 3 લોકોનાં રાજીનામાં

ચન્નીએ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન મોટા સમાચાર એ છે કે કોંગ્રેસ અધ્યક્ષે સિદ્ધુનું રાજીનામું સ્વીકાર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડે રાજ્યના નેતાઓને આ મામલે પોતાના સ્તરે ઉકેલ લાવવા જણાવ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલી પોતાના પત્રમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હુ પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકતુ નથી. તેથી હુ પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામુ આપુ છુ. નવજોત સિંહ સિદ્ધુનુ રાજીનામુ એટલા માટે પણ ચોંકાવનારૂ છે કેમ કે કોંગ્રેસ હાઈકમાન્ડે જ આમને પ્રદેશ અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા હતા સાથે જ તેમની સાથે જ વિવાદના કારણે કેપ્ટન અમરિંદર સિંહે પોતાનુ પદ છોડવુ પડ્યુ હતુ.

પટિયાલામાં ભેગા થયા સિદ્ધુ સમર્થક MLA
પટિયાલામાં નવજોતસિંહ સિદ્ધુના ઘરે કોંગ્રેસના ધારાસભ્યો એકઠાં થવા લાગ્યા છે. પાર્ટીના નેતા કુલજીત નાગર, ઈન્દ્રબીરસિંહ બુલારિયા, મંત્રી રઝિયા સુલ્તાના અને તેમના પતિ મોહમ્મદ મુસ્તફા સિદ્ધુના ઘરે પહોંચી ગયા છે. મુસ્તફા સિદ્ધુના સલાહકાર છે અને સોમવારે જ તેઓએ કેપ્ટન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે સિદ્ધુની આગેવાનીમાં આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત નિશ્ચિત છે.

ચન્નીએ ઈમરજન્સી મીટિંગ બોલાવી
પંજાબના CM ચરણજીત ચન્નીએ બુધવારે સાંજે જ ઈમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. સિદ્ધુના રાજીનામાથી ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મીટિંગમાં તે પણ નક્કી થશે કે સિદ્ધુને મનાવવા કે નહીં.

4 ચહેરાના મંત્રી બનતા વિરોધમાં હતા સિદ્ધુ
માનવામાં આવે છે કે, ચન્ની સરકારમાં સિદ્ધુ 4 ચહેરાના વિરોધમાં હતા. સિદ્ધુને પહેલેથી જ અંદાજ હતો કે તેમની છબી વિવાદિત છે તેથી તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં નહીં આવે. તેમ છતાં તેમની ભલામણ પણ સાંભળવામાં આવી નહતી. સિદ્ધુએ એડવોકેટ ડીએસ પટવાલિયાને પંજાબના નવા એડવોકેટ જનરલ બનાવવાની ભલામણ કરી હતી, તેમ છતાં હવે એપીએસ દેયોલને પંજાબના નવા એજી બનાવવામાં આવ્યા છે. સિદ્ધુ ડિપ્યૂટી સીએમ સુખજિંદર રંધાવાને પણ ગૃહ વિભાગ આપવાના પક્ષમાં નહતા. તેઓ ઈચ્છતા હતા કે મુખ્યમંત્રી ચરણજીત ચેન્ની આ પદ તેમની પાસે રાખે. તેમ છતાં સિદ્ધુની વાત માનવામાં ના આવી અને હોમ મિનિસ્ટ્રી રંધાવાને આપવામાં આવી.