વડાપ્રધાન એમ્સ ઋષિકેશમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાના છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શારદીય નવરાત્રિના પહેલાં દિવસે જ ઉત્તરાખંડની મુલાકાતે જાય તેવી શક્યતા છે. 7ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદી બંદારણીય પદ પર 20 વર્ષનો કાર્યકાળ પૂરો થાય છે. તેથી માનવામાં આવે છે કે, વડાપ્રધાન આ દિવસે જ ઉત્તરાખંડની મુલાકાત લેશે અને બાબા કેદારનાશના આશિર્વાદ પણ લશે. વડાપ્રધાન ઉત્તરાખંડમાં જોલીગ્રાંટ એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ અને ઋષિકેશ એમ્સમાં ઓક્સિજન પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કરવાના ચે.

કેદારનાથમાં તૈયારીઓ શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને કેદારનાથમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, કેટલાય દિવસોથી વડાપ્રધાનના ઉત્તરાખંડ મુલાકાતની વાત સામે આવી રહી છે. આ વિશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, પીએમ મોદી ઉત્તરાખંડની મુલાકાતે આવે તેવી શક્યતા છે, પરંતુ હજી સરકાર પાસે તેમનો મીનિટ-ટૂ-મીનિટનો કાર્યક્રમ આવવાનો બાકી છે.

2019માં પણ કેદારનાથ મુલાકાતે પહોંચ્યા હતા મોદી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી ઉત્તરાખંડની મુલાકાત દરમિયાન કેદારનાથ દર્શન કરીને રાજ્યના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ આ પહેલાં પણ 2019માં કેદારનાથ મંદિરની મુલાકાત કરી હતી.

દેશમાં 162 મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ
વડાપ્રધાન મોદી સમગ્ર દેશની 162 મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલોને પ્રાણવાયુની ભેટ આપવાના છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થા (એમ્સ) ઋષિકેશમાં વડાપ્રધાન પીએમ કેસ ફંડમાંથી બનાવેલા ઓકિસજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.

એક મહિના પછી બંધ થવાના છે કપાટ
દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડૉ હરીશ ગૌડે જણાવ્યું કે, ગુરુવારે વડાપ્રધાન કાર્યાલયથી સલાહકાર ભાસ્કર ખુલ્બે અને ઉપ સચિવ મહેશ ધિલ્ડિયાલ કેદારનાથ પહોંચી ગયા છે. આ બંને દ્વારા અહીં નિર્માણ કાર્યોની મુલાકાત લેવામાં આવી છે. કેદારનાથ મંદિરના કપાટ એક મહિના પછી બંધ થવાના છે. તેથી હાલ વડાપ્રધાનના કાર્યક્રમની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. કારણકે આ એક મહિના દરમિયાન તેઓ કોઈ પણ સમયે કેદારનાથની મુલાકાત લે તેવી શક્યતા છે.