Delhi Election Results : ભાજપ 48 બેઠકો જીતીને 27 વર્ષના વનવાસમાંથી બહાર આવ્યું, આપ 22 બેઠકો જ જીતી શક્યું, કોંગ્રેસના કુલ 70 ઉમેદવારોમાંથી 67ની ડિપોઝીટ જપ્ત થઇ

તૃષ્ટીકરણ નહીં પરંતુ ભાજપની સંતુષ્ટીકરણની પોલીસીને પસંદ કરે છે- નરેન્દ્ર મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આખરે આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર થઇ છે. દિલ્હીમાં 11 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ વખતે ભાજપ (BJP) સામે હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં ભાજપે રાજ્યની 70 માંથી 48 બેઠકો જીતી છે જ્યારે આમ આદમી પાર્ટીને 22 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ તરફ કોંગ્રેસના 70માંથી 67 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.
આપના મુખ્ય હીરો કેજરીવાલ પણ હાર્યા
કેજરીવાલ આ બેઠક પરથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા, પરંતુ આ વખતે તેમને ભાજપના નેતા પ્રવેશ વર્માના હાથે હારનો સામનો કરવો પડ્યો. ભાજપના મેન ઓફ ધ મેચ પરવેશ વર્મા સામે કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી 4089 મતોથી હારી ગયા હતા.
આપના મુખ્ય ચહેરાની હાર
આમ આદમી પાર્ટીના નેતા અને વર્તમાન ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને 3188 મતોથી હારી ગયા હતા. સૌરભ ભારદ્વાજ ભાજપના શિખા રોય સામે ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપના ઉમેદવારને 49,594 મત મળ્યા જ્યારે સૌરભ ભારદ્વાજને માત્ર 46,406 મત મળ્યા. આ રીતે ભાજપ આ બેઠક 3188 મતોથી જીતવામાં સફળ રહ્યું છે.
સોમનાથ ભારતીની ભૂંડી હાર થઇ
માલવીય નગર બેઠક પરથી સોમનાથ ભારતીય ભાજપના સતીષ ઉપાધ્યાય સામે હાર્યા હતા. ઉપાધ્યાય 2131 મતોથી જીતવામાં સફળ રહ્યા. ચૂંટણીમાં ભાજપને ૩૯૫૬૪ મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતીને 37,433 મત મળ્યા. આ ત્રીજી એવી બેઠક છે જ્યાં જીત અને હારનું અંતર 5000 થી ઓછું હતું.
મનીષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો
પાંચમા નંબરે જંગપુરા વિધાનસભા બેઠક છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉપરોક્ત ચાર બેઠકોમાંથી, સિસોદિયાને સૌથી નજીકની હારનો સામનો કરવો પડ્યો છે. સિસોદિયાને ચૂંટણીમાં માત્ર 675 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે આ બેઠક પરથી તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા હતા. તરવિંદરને 38,859 મત મળ્યા જ્યારે સિસોદિયાને 38,184 મત મળ્યા હતા.
મુખ્યમંત્રી આતિષી માંડ માંડ જીત્યા
આપ સરકારના મોટા ચહેરાઓમાંના એક, મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી લીધી છે. તેમણે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીને હરાવ્યા. અહીં કોંગ્રેસ તરફથી અલકા લાંબા ઉમેદવાર હતા.
‘વિકસિત ભારતની વિકસિત રાજધાની બનશે દિલ્હી…’- નરેન્દ્ર મોદી
રાજધાની દિલ્હીમાં જીત બાદ દિલ્હીની જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ દિલ્હીની જનતાને અભિનંદન પાઠવ્યા.. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીનો અહંકાર તોડ્યો છે, અને સાબિત કર્યુ છે કે અહીં જુઠ્ઠાણાને કોઇ જગ્યા નથી.. તેમણે કહ્યું કે જનતાએ શોર્ટ કટવાળી રાજનીતિની શોર્ટસર્કિટ કરી દીધી