વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અવકાશમાં જનારા ચાર ભારતીયોનું સન્માન કર્યું હતું.
અવકાશમાં જનારા અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.
જેઓ બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે.
આજે મંગળવારે તિરુવનંતપુરમમાં ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં વડા પ્રધાન મોદીએ તેમનો વિશ્વ સમક્ષ પરિચય કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લીધી હતી જ્યાં ભારતીય અવકાશ કાર્યક્રમના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માટે તાલીમ લઈ રહેલા ચાર ટેસ્ટ પાઈલટના નામની પણ જાહેરાત કરી હતી અને સન્માન કર્યું હતું.

ભારતીય અવકાશ એજન્સી ISRO તેના ગગનયાન મિશન પર કામ કરી રહી છે.
ચંદ્રયાન અને આદિત્ય એલ-1ની સફળતા બાદ આ મિશન ઈસરોને વધુ ઉંચાઈઓ પર લઈ જશે. ગગનયાન ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન હશે. ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન લોન્ચ થવાનું છે.મહત્વનું છે કે પીએમ મોદીએ 2018માં ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાનની જાહેરાત કરી હતી