ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે એક વિચિત્ર પ્રકારનો જીવ જોવા મળતા લોકોએ આ તસવીરને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી અને અનેક અટકળો લગાવી હતી. ફેરહેવનમાં સ્ટેપ બીચ પર એક રહસ્યમય જીવ મળી આવતા કેટલાક યુઝર્સ તેને એલિયન સાથે સરખાવી રહયા હતા.
દરિયા કિનારે જનારાએ ફેસબુક પર એલિયન જેવા છોડનો સ્નેપશોટ શેર કર્યા પછી, તેઓએ બહારની દુનિયામાંથી કંઈક શોધ્યું હોવાના દાવા કરવા લાગ્યા હતા.
જો કે, પ્રકૃતિ પ્રેમીઓ ટૂંક સમયમાં શોધી કાઢ્યું કે તે પાણીની નીચે ઉગતા છોડની પ્રજાતિનો અવશેષ છે.
ફેસબુક યુઝર એમિલી જેન્કે આ ફોટો ફિલ્ડ નેચરલિસ્ટ ક્લબ ઓફ વિક્ટોરિયા ગ્રુપ પર શેર કર્યો હતો.

— દરિયાઈ ટ્યૂલિપ તરીકે ઓળખાય છે

દરિયાકિનારા પર જોવા મળેલા આ રહસ્યમય જીવ અંગે કેટલાક પ્રકૃતિવાદીઓએ તરત જ ઑબ્જેક્ટની ઓળખ કરી હતી તેઓએ કહ્યું કે આ એક દરિયાઈ ટ્યૂલિપ છે, જે સામાન્ય રીતે દરિયાકાંઠાના પાણીમાં 262 ફૂટની ઊંડાઈએ જોવા મળે છે, આ જીવો ખડકો પર ઉગે છે.
આ સાથેજ અનેક અટકળોનો અંત આવ્યો હતો.