પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે.
ગોલ્ડીની હત્યાની જવાબદારી દલ્લા-લખબીર ગેંગે લીધી છે.
એક અમેરિકન ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે ગોલ્ડી બ્રારને મંગળવારે સાંજે 5:25 વાગ્યે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી દેવામાં આવી હતી.
ગોલ્ડી બ્રાર તેના એક મિત્ર સાથે ઘરની બહાર ગલીમાં ઉભો હતો, એવા સમયે કેટલાક બદમાશો આવ્યા અને તેને ગોળી મારીને ફરાર થઇ ગયા હતા.
ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હોવાનું કહેવાય છે,
જોકે,ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના મોતની આ ખબર અંગે હજુસુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે,પણ મીડિયામાં આ અહેવાલો આગની જેમ ભારત સહિત દુનિયાભરમાં ફેંલાઇ રહયા છે.
લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે ગેંગસ્ટર ગોલ્ડી બાર કેનેડામાં છે. તે કેનેડાના 25 મોસ્ટ વોન્ટેડમાં પણ સામેલ હતો
ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દરજીત સિંહ છે.
પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં11 એપ્રિલ 1994માં તેનો જન્મ થયો હતો તેના
પિતાનું શમશેર સિંહ અને માતાનું પ્રીતપાલ કૌર છે.
ગોલ્ડી બ્રારના પિતા પંજાબ પોલીસમાંથી રિટાયર્ડ સબ ઈન્સ્પેક્ટર છે.
પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ તેનું નામ મીડિયામાં ચર્ચામાં આવ્યુ હતુ, જો કે આ પહેલા પણ તેણે અનેક ગુના આચર્યા હતા. ચંદીગઢમાં ગુરલાલ બ્રારની હત્યા બાદ તેનો બદલો લેવા ગોલ્ડી બ્રારે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
કારણકે ગુરુલાલ બ્રાર ગોલ્ડી બ્રારનો પિતરાઇ ભાઈ થતો હતો.
પંજાબ યુનિવર્સિટી (PU)ના વિદ્યાર્થી નેતા ગુરલાલ બ્રારની 11 ઓક્ટોબર 2020ની રાત્રે ચંદીગઢના ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-1 સ્થિત ક્લબની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રાર લોરેન્સ બિશ્નોઈના સૌથી નજીક હતા, ગુરલાલ બ્રારની હત્યા બાદ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘હવે નવું યુદ્ધ શરૂ થયું છે, રસ્તાઓ પર લોહી સુકાશે નહીં’
દરમિયાન ગોલ્ડી બ્રાર સ્ટડી વિઝા પર કેનેડા ભણવા ગયો હતો પરંતુ પોતાના પિતરાઇ ભાઈ ગુરલાલની હત્યા બાદ તેને ચેન પડતું ન હતુ અને ગોલ્ડીએ કેનેડાથી હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું અને તેણે પોતાના સાગરીતો દ્વારા 18 ફેબ્રુઆરી 2021ના રોજ પંજાબના ફરીદકોટમાં જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુરલાલ સિંહની ગોળી મારીને હત્યા કરી ગોલ્ડી બ્રારે પોતાના ભાઈની હત્યાનો બદલો લીધો હતો.
29 મે 2022ના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી. ગોલ્ડીએ હત્યાનું કારણ પણ જણાવ્યું. ગોલ્ડીના જણાવ્યા અનુસાર મોહાલીના મિદુખેડાની હત્યામાં સામેલ લોકોને મૂઝવાલાના મેનેજર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. બાદમાં મૂઝવાલાએ તેના મેનેજરને મદદ કરી. આ દુશ્મનાવટના કારણે લોરેન્સ ગેંગે મૂઝવાલાની હત્યા કરી હતી. પંજાબના મુક્તસર જિલ્લાના મલોતમાં રણજીત સિંહ ઉર્ફે રાણા સિદ્ધુની હત્યામાં પણ ગોલ્ડી બ્રાર સામેલ હતો. હત્યાથી શરૂ થયેલ ગુનાઓનો આ સિલસિલો યથાવત રહ્યો હતો.
દરમિયાન ગોલ્ડી બ્રારની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ગોલ્ડીની હત્યા થઈ છે જેની જવાબદારી દલ્લા-લખબીર ગેંગે લીધી છે.