ક્રૂઝ પર 9થી 16 ઓક્ટોબરે નવરાત્રિની થવાની હતી ઉજવણી

સિંગર પાર્થિવ ગોહિલ અને કોમેડિયન મનન દેસાઇ-ઓજસ રાવલ લેવાના હતા ભાગ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયાને ખાસ માહિતી અને ઇન્વિટેશન કાર્ડ હાથ લાગ્યું છે જેમાં ગુજરાતી કલાકારો અને પાર્થિવ ગોહિલના ગરબે ગુજરાતીઓ ગરબા રમવાના હતા. કોર્ડેલા ક્રૂઝે પોતાના ફેસબુક પર નવરાત્રીની ઉજવણી ક્રૂઝમાં કરવામાં આવનારી હતી તેની જાહેરાત શનિવારે જ કરી હતી. જેમાં મોટી માત્રામાં ગુજરાતીઓ ભાગ લેવાના હતા. ક્રૂઝ પર તેની તમામ તૈયારીઓ પણ પૂરી કરી લેવામાં આવી હતી. જોકે તેનું આયોજન થાય તે પહેલા જ કોર્ડેલા ક્રૂઝ વિવાદમાં ફસાઇ ચૂક્યું છે.

ક્રૂઝ પર નવરાત્રિ સેલિબ્રેશન થવાનું હતું
કાર્ડેલિયાના સો.મીડિયા પ્રમાણે, 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી નવરાત્રિ સેલિબ્રેટ થવાની હતી. નવરાત્રિ દરમિયાન સિંગર પાર્થિવ ગોહિલ આવવાનો હતો. પાર્થિવ ગોહિલ ઉપરાંત ડીજે નાઇટ્સ પણ હતી. સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ તથા ઓજસ રાવલ પણ પર્ફોર્મ કરવાના હતી.