સરકારી કામની અવગણના કરવા અને ખાતાકીય કામમાં રસ ન લેવા બદલ તેમને ડીજીપી પદેથી હટાવવામાં આવ્યા, નવા ડીજીપીને લઈને ત્રણ નામો પર ચર્ચા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લેતા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) મુકુલ ગોયલને હટાવી દીધા છે. સરકારી કામની અવગણના કરવા અને ખાતાકીય કામમાં રસ ન લેવા બદલ તેમને ડીજીપી પદેથી હટાવવામાં આવ્યા છે. હવે તેમને ડીજી સિવિલ ડિફેન્સના પદ પર મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ડીજીપીને લઈને ત્રણ નામો પર ચર્ચા થઈ રહી છે. ડીજી ઈન્ટેલિજન્સ ડીએસ ચૌહાણ અને આરકે વિશ્વકર્માની સાથે આનંદ કુમાર પણ રેસમાં છે.

મુકુલ ગોયલે 2 જુલાઈ 2021ના રોજ પોલીસ મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 1987 બેચના આઈપીએસ અધિકારી છે. અગાઉ, તેઓ કેન્દ્રમાં BSFમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ઓપરેશન્સ તરીકે નિયુક્ત હતા. જે બાદ તેમને યુપી ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.