ગુજરાતી ફિલ્મોમાં રોમાંસ અને કોમેડી બહુ થયા, હવે એકવારો ‘રાડો’ થઇ જાય
ગુજરાતી સિનેમાને એક લેવલ ઉપર લઈ જવાની ઐતિહાસિક ક્ષણ એટલે ફિલ્મ રાડો. છેલ્લા ઘણાં વર્ષોમાં ઘણમા પ્રકારની ગુજરાતી ફિલ્મો આવી અને દરેક નિર્માતા તથા દિગ્દર્શકનો કંઇક અલગ આપવાનો પ્રયાસ રહેતો હતો. હવે આ જ પ્રયાસમાં ફરી એકવાર ઉત્તીર્ણ થયા છે ક્રૃષ્ણદેવ યાજ્ઞિક…છેલ્લો દિવસ, ડેયસ ઓફ તફરી, કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડી દોષ અને હવે રાડો, કેડી દરેક વખત નવું કરવાનું સાહસ કરવા ગયા છે અને એ કહેવું અતિશયોક્તિ નથી કે તેઓ તેમાં સફળ પણ થયા છે. આપણે ગુજરાતીઓએ સાઉથની મારામારી વાળી ફિલ્મોમાં બહુ મજા કરી.. હવે સમય આવી ગયો છે આપણી ગુજરાતી ભાષામાં ધબાધબી બોલાવવાનો અને યશ સોની અને હિતેન કુમાર અને હિતુ કનોડિયા તેમાં સફળ પણ થયા છે. આ ફિલ્મ રાજકારણ, કોલેજ લાઇફ, સાધુ-સાધ્વી પાછળની આંધળી ભક્તિ, પોલીસ અને એક સામાન્ય માણસની કહાનીનું સંપૂર્ણ મિશ્રણ છે. એવું લાગે છે કે આ બધી ઘટનાઓ આપણા જીવનની આસપાસ જ છે.
ફિલ્મ રાડોએ લોકોને કોલેજકાળ અને વર્ષ 2000 પહેલાનો સમય યાદ અપાવી દીધો જ્યારે અમદાવાદમાં કોલેજનું ઇલેક્શન પર પણ લોકોની નજર હોય. ઇલેક્શન આસપાસ વખતે જ આ શબ્દ ‘રાડો’ બહુ યાદ આવતો અને ફિલ્મે એ યાજ તાજી કરાવી દીધી છે. મુખ્ય મંત્રી (હિતેનકુમાર)ના પુત્ર તરીકે યશ સોનીએ પોતાની અદાકારીને ચાર ચાંદ લગાવી દીધા છે. સમગ્ર ફિલ્મ ગરમ મિજાજી યશ સોનીને એક નવા મુકામ પર લઇ જઇ રહી છે. ખાલી એટલું કહી દઉં કે એક કાર સળગી તેમાં જ આખો રાડો મચી ગયો છે. ફિલ્મમાં સાધવીના રોલને પણ નીકિતા શર્માએ પણ બખુબી નિભાવ્યો છે. જાણીને નવાઇ લાગશે પરંતુ નીકિતાની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને એક એક્ટર તરીકે નીકિતાએ પોતાની અદાકારીથી માધવીના રોલને ચાર ચાંદ લગાવ્યા છે. હિતુ કનોડિયા વિશે તો વાત કરવી જ કેમ ભૂલાય, નાનો રોલ પણ ધમાલ રોલ નિભાવી જાણ્યો છે હિતુ કનોડિયાએ. ફિલ્મની વાર્તા વિશે હવે વધુ વાત નથી કરવી કારણે તેના માટે થીયેટર સુધી તો લાંબા થવું જ પડે. પણ કેમ, તો પોઇન્ટવાઇઝ જોઇએ ફિલ્મમાં શું છે ખાસ ?
- આખી મુવીમાં તમામ કલાકારોએ બહુ જ ઓછા ડાયલોગ બોલ્યા અને માત્ર આંખોથી જ વાત કરી. આ કલાકારી માટે તમામ કલાકારોને ૨૧ તોપોની સલામી.
- તમને ફિલ્મ જોતા થોડીવાર તો અંદાજો જ ન આવે કે તમે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છો.
- દમદાર નિર્માણ સાથે ફિલ્મ અદ્ભુત રીતે રજૂ કરાઈ છે. એક્ટીંગ ,ડિરેક્શન, કેમેરા વર્ક અદ્ભૂત. હજુ થોડા ડાયલોગ પર મહેનત કરી શકાય તેમ હતી.
- થોડા મ્યુઝિક એલીમેન્ટસ ઓછા લાગ્યા કે જ્યારે દર્શકો કેટલાક સિન્સ પર સિટીઓ મારી રહ્યા છે એવા સિન્સને વધુ મ્યુઝીક સાથે વધુ મજેદાર બનાવી શકાયા હોત.
- કેટલાક સિન્સ વધુ ખેંચાયા એવું ક્યાંક લાગે પણ ગુજરાતી સિનેમાને એક લેવલ ઉપર લઈ જવાયું એમાં બે મત નથી.
- યુવાઓને આ ફિલ્મ ખૂબ ગમશે બાકીના લોકોને જો મેસેજ સમજવો હશે તો જ સમજાય એમ છે.
- પ્રથમ હાફ થોડો ઓછો દમદાર છે બાકી બીજા હાફમાં સંપૂર્ણ પૈસા વસૂલ થઇ જાય છે.
- એક્શન ડિરેક્ટરે ફિલ્મમાં ભારે મહેનત કરી છે તથા જેમ રોહિત શેટ્ટીની ફિલ્મમાં ગાડીઓ ઉછળે તેમ રાડોમાં ઢગલો કાચ તોડવામાં આવ્યા છે.
- ફિલ્મનો છેલ્લો સીન સીટ પરથી ઉભા થઇને બૂમો પાડવા મજબૂર કરશે. હિતેન કુમાર અને કલાકાર યશ સોની સામ સામે જોઈને હસે છે.. જોર સિન
- 3.5/5
છેલ્લી લાઇન- કાચ તૂટી રહ્યા હતા ત્યારે મનમાં વિચાર આવ્યો કે કેટલાક સીન્સ જો ઇંગ્લિશ ફિલ્મ જેવા સ્લો મોશનમાં કાચ તૂટતા જોવા મળ્યા હોત તો મજા આવી હોત.