SIT ટીમ દ્વારા લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી

હત્યા, બેદરકારીપૂર્વક ગાડી ચલાવવા અને ગુનાહિત ષડયંત્ર રચવાની કલમ લાગૂ કરાઈ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. આશિષ મિશ્રાની SIT ટીમ દ્વારા લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સંપૂર્ણ સવાલ અને જવાબ પછી પોલીસે તેની ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસે કહ્યું કે આશિષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા ન હતા.

આશિષ મિશ્રાને ત્રણ ડઝનથી વધુ પ્રશ્નો પૂછ્યા
તમને જણાવી દઈએ કે આશિષ મિશ્રા શુક્રવારે સવારે 11 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હાજર થયા હતા. SIT એ આશિષ મિશ્રાને ત્રણ ડઝનથી વધુ પ્રશ્નો પૂછ્યા. યુપી પોલીસના ડીઆઈજી ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે આશિષ મિશ્રાએ ઘણા સવાલોના જવાબ આપ્યા નથી. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.