દિલ્હી-એનસીઆરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા ભારે ખળભળાટ
મચી ગયો છે,કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે.
ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિતની સ્કૂલોમાં બોમ્બની ધમકી મળતા જ દિલ્હી પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર વિભાગની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચીને શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે હજુ સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી.
ફાયર વિભાગે કહ્યું કે અત્યાર સુધીમાં દિલ્હી ફાયર સર્વિસ (DFS)ને શાળાઓમાં બોમ્બની ધમકી અંગે 97 થી વધુ કોલ મળ્યા છે.
તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ધમકીનો ઈમેલ રશિયાથી આવ્યો હોવાનું સામે આવ્યુ છે.
દિલ્હીની ઘણી જાણીતી શાળાઓને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા
દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલમાં પણ બોમ્બની ધમકી મળી હતી.
તે જ સમયે પુષ્પ વિહાર સ્થિત સંસ્કૃતિ સ્કૂલ અને એમિટી સ્કૂલને પણ ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
છાવલા સ્થિત સેન્ટ થોમસ, સરિતા વિહારમાં જીડી ગોએન્કા, બાબા હરિદાસ નગરમાં એવરગ્રીન પબ્લિક સ્કૂલ અને દ્વારકાની સચદેવા ગ્લોબલ સ્કૂલને પણ ધમકીઓ મળી છે.
દિલ્હી ઉપરાંત નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો જે શાળાઓમાં ધમકીઓ મળી છે તે સ્કૂલના બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.
સાથેજ પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
શાળાઓ દ્વારા વાલીઓને સંદેશો મોકલી જાણ કરવામાં આવી હતી પ્રિન્સિપાલ ઓફિસ દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલને એક ઈમેલ મળ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ખતરો છે. સાવચેતીના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે પરત મોકલી રહ્યા છીએ.
પૂર્વ દિલ્હીના ડીસીપી અપૂર્વ ગુપ્તાએ કહ્યું કે, માહિતી મળ્યા બાદ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમે દરેકને અપીલ કરીએ છીએ કે ગભરાવાની જરૂર નથી.
●ધમકીભર્યા ઈ-મેલમાં હિંદીમાં આ મુજબ લખ્યું હતું
“હમારે હાથોમે જો લોહા હૈ વહ હમારે
દિલોકો ગલે લગાતા હૈ,ઇન્સા અલ્લાહ
હમ ઉન્હેં હવામે ઉડાકર તુમ્હારે શરીર કે ટુકડે ટુકડે કર દેગે,તુમ્હારે ધિનોને શરીરો કો ચીર દેગે, હમ તુમ્હારી ગર્દન ઔર ચહેરો કો ફાડ દેગે,અલ્લાહ કી મરજી હુઈ તો હમ તુમ્હે આગ કી લપટો મે ડાલ દેગે,જીસસે તુમ્હારા દમ ઘૂંટ જાયેગા,કાફિરો કે લિયે ઝહનુમ મે અલગ આગ હૈ, કાફિરો ઇનશાલ્લાહ તુમ
ઇસી આગ મે હંમેશા કે લિયે જલ જાઓગે.
આપકે દ્વારા પેદા હુઈ બુરાઈ સે ઘુંઆ આસમાન મે ઉતરેગા,આપકે પાસ બહુત સારા ખાલી લોહા હૈ, કિસીભી માત્રા મે કિસી ભી શૂન્ય મે કોઈ શક્તિ નહિ હૈ.
યહ સબ દૂર જા રહા હૈ, ક્યાં તુમને સચમે મેં સોચા થા કી બચપન સે તુમને જો ભી કી હૈ ઉસકા કોઈ જવાબ નહિ હોગા, હમારે દિલો મેં જીહાદ કી આગ જલા દી ગઈ હૈ,હમ વહ આગ બન ગયે હૈ ઇનશાલ્લાહ જો સિર્ફ બદલે કી વકાલત કરતા હૈ”
જોકે,દરેક સ્કૂલમાં તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન હજુસુધી કોઈ વાંધાજનક મળ્યું નહિ હોવાનું અધિકારીઓ જણાવી રહયા છે.