ભારત સરકારનો આદેશ, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વર્સની આયાત પર પણ પ્રતિબંધ

સેમસંગ, ડેલ, એસર, લેનોવો, એલજી, પેનાસોનિક અને એપલને થશે અસર

મોદી સરકારે (Modi Government) લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, “માન્ય લાયસન્સના આધારે આ વસ્તુઓની મર્યાદિત આયાતની મંજૂરી આપવામાં આવશે. HSN 8741 હેઠળ આવતા અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વર્સની આયાત પર પણ પ્રતિબંધ છે.

મંત્રાલય વતી એવું કહેવામાં આવ્યું છે કે આયાતને એક શરત સાથે મંજૂરી આપવામાં આવશે કે આયાતી માલનો ઉપયોગ ફક્ત જણાવેલ હેતુઓ માટે જ કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં. વધુમાં, શરતમાં એ પણ સામેલ છે કે ઉપયોગ કર્યા પછી ઉત્પાદનોનો નાશ કરવામાં આવશે અથવા ફરીથી નિકાસ કરવામાં આવશે.

અત્રે નોંધનીય બાબત એ છે કે સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે મેક ઈન ઈન્ડિયા પર સંપૂર્ણ જોર લગાવવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી બોડી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અલી અખ્તર જાફરીએ જણાવ્યું હતું કે, “આ પગલાનો હેતુ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે અને તે સકારાત્મક નિર્ણય છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.”

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સેમસંગ, ડેલ, એસર, લેનોવો, એલજી, પેનાસોનિક અને એપલ સુધીના લેપટોપ ભારતમાં વેચાણ માટે ચીન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયથી આ કંપનીઓની મુશ્કેલી વધવાની છે અને લેપટોપ અને કોમ્પ્યુટરની કિંમતો પણ વધી શકે છે.