આગામી મહિનાઓમાં વીજળીના ભાવમાં ભારે વધારાનો સામનો કરવો પડશે કારણ કે કેટલાક રાજ્યોમાં વીજ ખર્ચ 30 ટકા જેટલો વધશે

ઓસ્ટ્રેલિયન પરિવારોને આગામી મહિનાઓમાં વીજળીના ભાવમાં ભારે વધારાનો સામનો કરવો પડશે કારણ કે કેટલાક રાજ્યોમાં વીજ ખર્ચ 30 ટકા સુધી વધી શકે છે. વીજળીના આસમાને જતા ખર્ચ પર લગામ લગાવવાના પ્રયાસમાં સરકાર કોલસા અને ગેસના ભાવને નિયંત્રણમાં લેવા માટે આગળ વધે તે પહેલાંની આગાહી કરતા વધારો ઓછો હોઇ શકે છે પરંતુ કેટલી કંપનીઓ 30 સુધીનો ભાવ વધારો કરી શકે છે.

ઓસ્ટ્રેલિયન એનર્જી રેગ્યુલેટરે બુધવારે 2023/24 નાણાકીય વર્ષ માટે તેનો ડ્રાફ્ટ ડિફોલ્ટ માર્કેટ ઓફર નિર્ણય બહાર પાડ્યો હતો, જેમાં રાજ્ય અને વીજ પૂરવઠો આપતી કંપનીના આધારે રહેણાંક વીજળીના ભાવમાં 19.5 અને 23.7 ટકાની વચ્ચેનો વધારો હોઇ શકે છે. ડિફૉલ્ટ માર્કેટ ઑફર એનર્જી રિટેલર્સ એનએસડબલ્યુ, સાઉથ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડમાં રહેણાંક અને નાના બિઝનેસ ગ્રાહકો પાસેથી મહત્તમ કિંમત વસૂલી શકે તેવી શક્યતા રહેલી છે.

ક્વીન્સલેન્ડ, NSW અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં કેટલી કિંમતો હોઇ શકે ?
નિયમનકારે જણાવ્યું હતું કે NSW માં રહેણાંક ગ્રાહકો માટે ડિફોલ્ટ ઑફર્સમાં 20.9 ટકા અને 23.7 ટકાની વચ્ચે વધારો થવાની ધારણા છે, જ્યારે દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડમાં ભાવ લગભગ 20 ટકા અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં 22 ટકા વીજ કિંમતો વધી શકે છે. તેમનો અંદાજ છે કે નાના વ્યાપારી ગ્રાહકો તેમના પ્રદેશો અને પૂરવઠા કંપનીઓના આધારે 14.7 ટકાથી 25.4 ટકાના ભાવ વધારાનો સામનો કરી શકે છે. જોકે ઑફર્સ પર અંતિમ નિર્ણય મે મહિનામાં લેવામાં આવશે.

સરકારના ઊર્જા બજારના હસ્તક્ષેપ વિના, ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટરે ચેતવણી આપી હતી કે કેટલાક પ્રદેશોમાં રહેણાંક ઓફર 50 ટકાથી વધુ વધી શકે છે. પ્રાદેશિક ક્વીન્સલેન્ડમાં, સામાન્ય રહેણાંક ગ્રાહક માટે ડ્રાફ્ટ કિંમતમાં વધારો 28.9 ટકા અને નાના વેપારી વપરાશકર્તાઓ માટે 26.1 ટકા છે, જો કે રાજ્યમાં વીજ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાને જોતા તેનો અંતિમ ભાવવધારો અલગ પણ હોઇ શકે છે.

વિક્ટોરિયાના નાગરિકોને કેવી રીતે અસર પહોંચશે ?
વિક્ટોરિયા, જે એક અલગ વીજળીની કિંમત કેપનું સંચાલન કરે છે, તેણે જુલાઈની શરૂઆતથી સ્થાનિક અને નાના વેપારી ગ્રાહકો માટે વાર્ષિક બિલમાં 30 ટકાથી વધુના પ્રસ્તાવિત વધારા સાથે બુધવારે તેની ડ્રાફ્ટ ડિફોલ્ટ ઓફર પણ બહાર પાડી હતી. વિક્ટોરિયન રહેણાંક ગ્રાહકો તેમના બીલાં $1403 થી $1829 પ્રતિ વર્ષ $426ના વધારાને અપેક્ષા રાખી શકે છે. સમગ્ર રાજ્યમાં 450,000 થી વધુ ગ્રાહકો હાલમાં ડિફોલ્ટ ઓફર પર છે.

વધુ ખરાબ થઈ શક્યું હોત- ઉર્જા પ્રધાન
ઉર્જા પ્રધાન ક્રિસ બોવેને જણાવ્યું હતું કે સરકારે ઓસ્ટ્રેલિયનોને વીજળીના ભાવ વધારાની સૌથી ખરાબ આગાહીથી બચાવ્યા હતા, પરંતુ વધારો હજુ પણ જીવન ખર્ચમાં વધારો કરી રહેલા પરિવારો માટે એક પડકાર બની રહેશે.