હેલી મેથ્યુઝનું ઓલરાઉન્ડર પ્રદર્શન, 77 રન અને બોલિંગમાં ઝડપી 4 વિકેટ

વિમેન્સ પ્રીમિયર લીગ વચ્ચેની ચોથી મેચમાં યજમાન મુંબઈ ઈન્ડિયન્સે RCBને નવ વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં મુંબઈની આ સતત બીજી જીત છે અને RCBની સતત બીજી હાર છે. બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 155 રન બનાવ્યા હતા. જવાબમાં હરમનપ્રીત કૌરની ટીમે 34 બોલમાં આસાનીથી મેચ જીતી લીધી હતી.156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈએ માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

મેથ્યુસે નતાલી સીવર સાથે બીજી વિકેટ માટે અણનમ 114 રનની ભાગીદારી કરીને ટીમને 14.2 ઓવરમાં જીત અપાવી હતી.બેંગલુરુ માત્ર એક જ વિકેટ લઈ શકી હતીમુંબઈના ઓપનર યસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝે બેંગલુરુ તરફથી મળેલા લક્ષ્ય સામે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા હતા. યાસ્તિકા 23 રન બનાવીને પ્રીતિ બોસના બોલ પર એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. ત્યારબાદ મેથ્યુઝ (77*)એ નતાલી સાયવર બ્રન્ટ (55*) સાથે 114 રનની ભાગીદારી કરી અને ટીમને જીત અપાવી.

બેંગ્લોરની ટીમ 18.4 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટ-કીપર બેટર રિચા ઘોષે સૌથી વધુ 28 રન બનાવ્યા, જ્યારે કનિકા આહુજા (22 રન)એ તેને ટેકો આપ્યો. તે પહેલા સુકાની સ્મૃતિ મંધાના (23 રન) અને સોફી ડિવાઇન (16 રન)એ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. પરંતુ, મુંબઈએ સતત વિકેટો લીધી અને ટીમને મોટો સ્કોર ન થવા દીધો.મુંબઈ તરફથી હેલી મેથ્યુસે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે સાયકા ઈશાક અને અમેલિયા કેરને 2-2 સફળતા મળી હતી. પૂજા વસ્ત્રાકર અને નતાલી સીવરને એક-એક વિકેટ મળી હતી. એક બેટર રન આઉટ થયો હતો.