મેટાએ નવીનતમ “એડવર્સરીયલ થ્રેટ રિપોર્ટ” પ્રકાશિત કર્યો, ચીનમાંથી ઉદ્દભવેલા નેટવર્ક સામે નોંધપાત્ર કાર્યવાહી
37 ફેસબુક એકાઉન્ટ્સ, 13 પેજ, પાંચ ગ્રૂપ અને નવ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દૂર કર્યા
મેટાએ (META) તેનો નવીનતમ “એડવર્સરીયલ થ્રેટ રિપોર્ટ” પ્રકાશિત કર્યો છે. જે મેટાની એપ્સમાંથી શોધાયેલ અને દૂર કરાયેલા વિવિધ સંકલિત મેનીપ્યુલેશન પ્રયાસોની જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મેટાએ ખાલિસ્તાન પ્રચારને (Khalistan Propaganda) વિસ્તૃત કરનારા ચીનમાંથી ઉદ્દભવેલા નેટવર્ક સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે.
મેટાએ ખાલિસ્તાનને પ્રોત્સાહન આપતી સંકલિત અપ્રમાણિક વર્તણૂક સામે તેની નીતિનું ઉલ્લંઘન કરવા બદલ આ પગલું ભર્યું છે. જેમાં 37 ફેસબુક એકાઉન્ટ્સ, 13 પેજ, પાંચ ગ્રૂપ અને નવ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દૂર કર્યા છે. આ ઓપરેશન શંકાસ્પદ સંકલિત અપ્રમાણિક વર્તનની અમારી આંતરિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.
મેટાના અહેવાલ પ્રમાણે તેમાં નકલી એકાઉન્ટ્સના ઘણા ક્લસ્ટરોનો સમાવેશ થાય છે, જેમાં એક ચીનના બિન-એટ્રિબ્યુટેડ CIB નેટવર્કની લિંક્સ સાથે ભારત અને તિબેટ પ્રદેશને લક્ષ્ય બનાવતું હતું. જેને મેટાએ અગાઉ 2023 ની શરૂઆતમાં પણ કાર્યવાહી કરી હતી. આ ક્લસ્ટર્સ ઘણીવાર એકબીજાને વિસ્તૃત કરે છે, મોટાભાગના સંબંધ તેમના પોતાના નકલી એકાઉન્ટ્સમાંથી આવતી હોય છે, જે લોકપ્રિયતાનો ભ્રમ પેદા કરે છે.
અહેવાલમાં ઉમેર્યું હતું કે “અમે તપાસ પહેલા જ અમારી સ્વચાલિત સિસ્ટમનો ઉપયોગ કરીને આમાંના કેટલાક નકલી એકાઉન્ટને શોધી કાઢ્યા અને દૂર કર્યા હતા,” આ તમામ નેટવર્ક સમાચાર અને વર્તમાન ઘટનાઓ વિશે મુખ્યત્વે અંગ્રેજી અને હિન્દીમાં પોસ્ટ કરે છે.
આમાં ફોટો એડિટિંગ ટૂલ્સ દ્વારા ચાલાકી અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવેલી છબીઓ, પંજાબ પ્રદેશમાં પૂર, વિશ્વભરના શીખ સમુદાય, ખાલિસ્તાન સ્વતંત્રતા ચળવળ, કેનેડામાં ખાલિસ્તાન તરફી સ્વતંત્રતા કાર્યકર હરદીપ સિંહ નિજ્જરની હત્યા વિશેની પોસ્ટ્સનો સમાવેશ થાય છે અને ભારત સરકારની ટીકા પણ આ તમામ એકાઉન્ટમાં કરવામાં આવતી હતી.