ઘણી બધી ઇમારતોને નુક્સાન, સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે ભૂકંપથી ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી મોટું શહેર ધ્રુજી ગયું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ મેલબોર્ન
ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન શહેર બુધવારે ભૂકંપથી હચમચી ગયું હતું. રિક્ટર સ્કેલ પર 5.9 ની આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો હચમચી ગઇ હતી અને દિવાલો ધરાશાયી થઇ હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર આવી ગયા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય), ભૂકંપે ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી મોટું શહેર હચમચાવી નાખ્યું.
અનેક કિલોમીટર સુધી અનુભવાયો આંચકો
ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ અગાઉ તેની તીવ્રતા 5.8 જણાવી હતી, જે બાદમાં ઘટાડીને 5.9 કરી દેવામાં આવી હતી. માહિતી અનુસાર, તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
શક્તિશાળી ભૂકંપ બાદ મેલબોર્નની ચેપલ સ્ટ્રીટમાં બધે જ કાટમાળ ફેલાયો હતો. આ વિસ્તાર અહીંનો પ્રખ્યાત શોપિંગ વિસ્તાર છે. રસ્તાઓ પર ઇમારતોમાંથી ઇંટો અને પથ્થરો પડવા લાગ્યા હતા. મેલબોર્નના એક કાફેના માલિકે જણાવ્યું કે ભૂકંપનો આંચકો આવતા જ તે બહાર નીકળી ગયો અને રસ્તા તરફ દોડ્યો હતો. આખું મકાન ધ્રૂજતું હતું. બધી બારીઓ, અરીસાઓ ધ્રુજતા હતા – જાણે કોઈ શક્તિશાળી લહેર આવી રહી હોય. ફીમે કહ્યું, ‘મને પહેલા ક્યારેય આવું લાગ્યું ન હતું. તે ડરામણું હતું. ‘