પીડિત કનોડાના ગામના વતની, આરોપી જ્યોર્જ ફ્રેઝીયરની ધરપકડ, વર્જીનિયાના એકોમેકના 56 વર્ષીય પ્રદિપ રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રીને ગોળી મારી

Accomack, verginia, Mehsana Father daughter killed, Gujarati killed in America,

અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અમેરિકાના વર્જીનિયાના એકોમેક ટાઉનમાં મહેસાણાના કનોડા ગામના પિતા અને પુત્રીની હત્યા કરાઇ છે. શેરિફ ડબલ્યુ. ટોડ વેસેલ્સના જણાવ્યા અનુસાર, 20 માર્ચ, 2025 ના રોજ સવારે લગભગ 5:31 વાગ્યે, ઇસ્ટર્ન શોર ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરે એકોમેક કાઉન્ટી શેરિફની ઓફિસને 23135 લેન્કફોર્ડ હાઇવે, એકોમેક ખાતે એક પુરુષને ગોળી વાગી હોવાનો કોલ મળ્યો હતો. જ્યાં તપાસ કરતા 56 વર્ષીય પ્રદિપ રતિલાલ પટેલ મૃત અવસ્થામાં મળ્યા હતા જ્યારે તેમના દિકરી ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. બંને પર ગોળી દ્વારા ઘાયલ કરવામાં આવ્યા હતા.

એકોમેકના 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકને નોર્ફોક મેડિકલ એક્ઝામિનર ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે 44 વર્ષીય અશ્વેત આરોપી જ્યોર્જ ફ્રેઝીયરની ધરપકડ કરી હતી.

Accomack, verginia, Mehsana Father daughter killed, Gujarati killed in America,
George Frazier Devon Wharton (Courtesy: Accomack County Sheriff’s Office)

આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન, હાલમાં એકોમેક કાઉન્ટી જેલમાં બંધ છે અને બોન્ડ નામંજૂર કરવામાં આવ્યો છે. વ્હાર્ટન પર ફર્સ્ટ-ડિગ્રી હત્યા, ફર્સ્ટ-ડિગ્રી હત્યાનો પ્રયાસ, ગુનેગાર દ્વારા બંદૂક રાખવાનો અને ગુનામાં બંદૂકનો ઉપયોગ કરવાના બે આરોપો ઘડવામાં આવ્યા છે.

ગોળીબારનું કારણ તાત્કાલિક જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ પરેશ પટેલ, જેમણે પોતાને સ્ટોરના માલિક તરીકે ઓળખાવ્યા છે, તેમણે સ્થાનિક મીડિયાને કહ્યું કે બંને પીડિતો તેમના પરિવારના સભ્યો છે. “મારા પિતરાઈ ભાઈની પત્ની અને તેના પિતા સવારે કામ કરી રહ્યા હતા અને એક વ્યક્તિ અહીં આવ્યો અને તેમણે ગોળી ચલાવી હતી.

Accomack, verginia, Mehsana Father daughter killed, Gujarati killed in America,
ડાબે પોલ પટેલ (મૃતકના મિત્ર) અને પરેશ પટેલ (શોર સ્ટોર ઓનર અને મૃતકના પરિજન)

મળતી માહિતી અનુસાર મૃતક પ્રદિપ પટેલ મહેસાણાના કનોડા ગામના વતની હતા અને પાંચ વર્ષ પહેલા જ અમેરિકા શિફ્ટ થયા હતા. જ્યારે ત્રણ વર્ષ પહેલા પરિવાર સાથે પોતાના વતન આવ્યા હતા. હાલ ગામમાં પ્રદિપ પટેલના નિધનને પગલે ગમગીન છવાઇ ગઇ છે.

Accomack, verginia, Mehsana Father daughter killed, Gujarati killed in America,
સ્ટોરના અંદરની તસવીર.