પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીને સુરનકોટ પૂંચની તેમની આયોજિત મુલાકાત પહેલાં શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શ્રીમતી મહેબૂબા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને કસ્ટડીમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવા સુરનકોટની મુલાકાત લેવાની યોજના બનાવી રહયા હતા.

પીડીપીએ ઇન્સ્ટાગ્રામ પર સુશ્રી મહેબૂબાના નિવાસસ્થાનના બંધ ગેટની તસવીર પોસ્ટ કરી છે.
જોકે,મહેબૂબાની નજરકેદ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે ગુરુવારે પૂંચના બુફલિયાઝ ગામમાં ઓચિંતા હુમલામાં ચાર જવાનો શહીદ થયા બાદ જમ્મુ ક્ષેત્રના પુંછ-રાજૌરી વિસ્તારમાં ગુસ્સો છે.
એક દિવસ પછી ત્રણ નાગરિકોને કથિત રીતે સેના દ્વારા લઈ જવાયા હતા જેઓ ઓચિંતા સ્થળની નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના સંબંધીઓ અને રાજકીય નેતાઓનો આરોપ છે કે ત્રણેયના મોત ‘કસ્ટોડિયલ ટોર્ચર’ના કારણે થયા છે. સેનાએ પૂંચમાં ત્રણ નાગરિકોના મોતની સંપૂર્ણ આંતરિક તપાસના આદેશ આપ્યા છે.
જોકે, સેના કે જમ્મુ-કાશ્મીર સરકારે કસ્ટોડિયલ કિલિંગના આરોપોને નકારી કાઢ્યા છે.