દેશના આરોગ્ય મંત્રીને પણ સરકારી હોસ્પિટલનો થયો કડવો અનુભવ, સિક્યોરિટી ગાર્ડ માર્યો દંડો, મનસુખ માંડવિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેઓ એક સામાન્ય નાગરિક બની સફદરગંજ હોસ્પિટલમાં અચાનક નિરક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમને એક ગાર્ડે દંડો માર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ આ વાતનો ખુલાસો એ જ સફદરગંજ હોસ્પિટલમાં આરોગ્ય ચાર સંબંધિત સુવિધાઓના ઉદ્ઘાટન સમારોહમાં ડોકટરો સમક્ષ કર્યો હતો. મીડિયા રિપોર્ટના અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ડોક્ટરોને જણાવ્યું કે નિરીક્ષણ દરમ્યાન હોસ્પિટલમાં બહુજ અસુવિધાઓ જોવા મળી હતી. તેમણે હોસ્પિટલ તંત્રને દર્દીઓને આપવામાં આવી રહેલી સુવિધાઓમાં સુધારવામાં આવે અને હોસ્પિટલની તમામ અવ્યવસ્થાઓ દૂર કરીને દેશનું મોડલ હોસ્પિટલ બનાવવાનો નિર્દેશ આપે.
ઉદ્ઘાટન સમારંભમાં માંડવિયાએ જણાવ્યું તેઓ એક દર્દી તરીકે હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને આ દરમિયાન જ્યારે તેઓ એક બેંચ પર બેસવા લાગ્યા તો, ત્યા હાજર એક સુરક્ષા ગાર્ડે તેમને ખખડાવી નાંખ્યા અને તેમને દંડો પણ માર્યો ત્યારબાદ તેણે તેમને ત્યા બેસવાની મનાઇ ફરમાવી.
તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં ઘણા દર્દીઓને સ્ટ્રેચર અને બીજી અન્ય સ્વાસ્થ્ય સહાયતા માટે ભટકવું પડી રહ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ એક 75 વર્ષીય મહિલાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તે તેમના પુત્ર માટે એક સ્ટ્રેચર લાવવા માટે એક ગાર્ડને વિનંતી કરી રહી હતી, પરંતુ એ મહિલાને સ્ટ્રેચર ન મળી.