વડાપ્રધાને કહ્યું- 111 નંબરથી શરૂઆત કરતાં વધુ સારું શું હોઈ શકે, ચૂંટણી આચાર સંહિતાને પગલે પ્રસારણ થશે બંધ

મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે દેશનો કોઈ એવો વિસ્તાર નથી જેમાં દેશની મહિલા શક્તિ પાછળ રહી ગઈ હોય. અન્ય ક્ષેત્ર કે જેમાં મહિલાઓએ તેમની નેતૃત્વ ક્ષમતા દર્શાવી છે તે છે કુદરતી ખેતી, જળ સંરક્ષણ અને સ્વચ્છતા.

માર્ચમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ શકે છે
વડાપ્રધાને કહ્યું કે ‘આ 110મો એપિસોડ છે અને શક્ય છે કે માર્ચમાં દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જાય.’ છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન પણ આવા જ મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ થોડા મહિનાઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ‘જ્યારે અમે આગલી વખતે મળીશું ત્યારે તે 111મો એપિસોડ હશે અને આ એક શુભ નંબર છે અને આગલી વખતે આ નંબરથી શરૂઆત કરતાં વધુ સારું શું હોઈ શકે.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે બીજું અભિયાન શરૂ કર્યું છે – ‘મારો પહેલો મત – દેશ માટે’. આ દ્વારા પ્રથમવાર મતદારોને વધુમાં વધુ મતદાન કરવા ખાસ અનુરોધ કરાયો છે. ભારતને ઉત્સાહ અને ઉર્જાથી ભરેલી તેની યુવા શક્તિ પર ગર્વ છે. આપણા યુવાનો જેટલી વધુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેટલા તેના પરિણામો દેશ માટે વધુ ફાયદાકારક રહેશે.