2 વર્ષીય બાળકી અને 40 વર્ષીય પુરુષનું અકસ્માતમાં મોત, અચાનક પ્રામ રગડીને ટ્રેન ટ્રેક પર પડી અને ગોઝારો અકસ્માત નોંધાયો, અકસ્માત બપોરે 12.25 કલાકે થયો
અન્ય 2 વર્ષીય બાળકી અને મહિલાનો આબાદ બચાવ
Sydney Train incident : સિડનીના દક્ષિણમાં એક ટ્રેન સ્ટેશન પર એક ઘટના બાદ એક વ્યક્તિ અને બાળકનું મોત થયું છે. આજે (રવિવાર 21 જુલાઈ 2024) બપોરે લગભગ 12.25 વાગ્યે, કાર્લટન રેલ્વે સ્ટેશન પર ઇમર્જન્સી સર્વિસને બોલાવવામાં આવી હતી, અહેવાલોની વિગત પ્રમામે બેબી પ્રામ અચાનક ટ્રેન આવી રહી હતી ત્યારે પ્લેટફોર્મ રગડવા લાગી હતી. જેને પગલે 2 વર્ષીય બાળકી અને 40 વર્ષીય પુરુષનું મોત થયું હતું જ્યારે અન્ય 2 વર્ષીય બાળકી અને મહિલાને કોઇ ઇજા પહોંચી ન હોવાન અહેવાલ છે.
એક 2 વર્ષની બાળકી અને 40 વર્ષીય પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી 2-વર્ષીય છોકરી અને 39-વર્ષીય મહિલાને ઈજા થઈ નથી, અને NSW એમ્બ્યુલન્સ પેરામેડિક્સ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સેન્ટ જ્યોર્જ પોલીસ એરિયા કમાન્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ ગુનાની જગ્યા પર પહોંચીને તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટના શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું નથી.
કોરોનરની માહિતી માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જાહેર જનતાને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.આ તરફ ટ્રેન સેવા પણ બાધિત થઇ હતી જેને પગલે અસરગ્રસ્ત ટ્રેન સ્ટેશનો પર બસ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી હતી.