આફ્રિકન દેશ, નેપાળ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયામાં મહેન્દ્રા સ્કોર્પિયો એક્સપોર્ટ કરાશે
ઓસ્ટ્રેલિયામાં નવું મોડેલ સ્કોર્પિયો-N એપ્રિલ 2023થી ઉપલબ્ધ બનશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઑસ્ટ્રેલિયામાં ALL-NEW Scorpio-Nનું માર્કેટ લૉન્ચ એપ્રિલ 2023માં થવાનું છે. પિનિનફેરિના, ઇટાલી અને મહિન્દ્રા ઇન્ડિયા ડિઝાઇન સ્ટુડિયો (MIDS), મુંબઇ ખાતે ડિઝાઇન કરાયેલ અને ચેન્નાઇ નજીક મહિન્દ્રા રિસર્ચ વેલી (MRV) અને યુએસએમાં મહિન્દ્રા નોર્થ અમેરિકન ટેકનિકલ સેન્ટર (MNATC) ખાતે ટીમો દ્વારા એન્જિનિયર્ડ, અને ચાકન, પુણે ખાતે મહેન્દ્રા સ્કોર્પિયોના નવા મોડેલનું ઉતપાદન ગ્લોબલ માર્કેટ માટે કરવામાં આવી રહ્યું છે. હાલ કંપનીની ઓસ્ટ્રેલિયા ખાતેની વેબસાઇટ પર તેનું રજીસ્ટ્રેશન પણ ચાલી રહ્યું છે. જોકે XUV 700 માટે ઓસ્ટ્રેલિયાએ થોડી વધુ રાહ જોવી પડી શકે છે.
સ્કોર્પિયો ક્લાસિક દક્ષિણ આફ્રિકા, નેપાળ અને ભૂટાન જેવા દેશોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મહિન્દ્રા નવી સ્કોર્પિયો ક્લાસિકને શ્રીલંકામાં નિકાસ કરવાની પણ યોજના બનાવી રહી છે. મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકને આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના અન્ય દેશોમાં પણ નિકાસ કરવાનું વિચારી રહી છે. મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક 2.2 લિટર 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સાથે આવે છે. કંપનીએ નવા મોડલમાં કેટલાક ફેરફાર કર્યા છે. પાવર ટ્રાન્સમિશન માટે ગિયરબોક્સ ઓપ્શનમાં કંપનીએ 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપ્યું છે.
All Australian specification Scorpio-N Variants include:
- Body on Frame Ladder Frame Chassis
- Rear Wheel Drive / Part Time 4×4
- Shift on Fly 4×4 between 4WD High and 2WD
- Rear Axle with Mechanical locking differential Electronic Brake Locking Differential
- 4XPLOR Intelligent 4×4 System with selectable Terrain Modes
ભારતે શ્રીલંકન પોલીસ માટે ઉપલબ્ધ કરાવી મહેન્દ્રા સ્કોર્પિયો
શ્રીલંકાની પોલીસ હવે પેટ્રોલિંગ, ગુનેગારોને પકડવા વગેરે માટે સ્કોર્પિયો ક્લાસિકનો ઉપયોગ કરશે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકના 125 યુનિટ શ્રીલંકાની પોલીસને સોંપ્યા છે. ભારતીય દૂતાવાસે હિંદ મહાસાગરના દેશને પહેલેથી જ જારી કરાયેલી ક્રેડિટ લાઇન હેઠળ નવી SUV પ્રદાન કરી છે. શ્રીલંકા પોલીસને હવે સ્કોર્પિયો ક્લાસિકના 375 વધુ યુનિટ આપવામાં આવશે.
બજારમાં મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકના બે વેરિઅન્ટ ઉપલબ્ધ છે. તેના S વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયા છે, જ્યારે S11 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 15.49 લાખ રૂપિયા છે. ભારતે ઑસ્ટ્રેલિયાના ANCAP જેવી જ શૈલીમાં નવી સરકાર સમર્થિત ‘ભારત NCAP’ ક્રેશ ટેસ્ટિંગ પ્રોગ્રામ રજૂ કરવાની યોજના જાહેર કરી છે – જો કે આ AEB ના ફિટમેન્ટને ફરજિયાત કરે છે કે કેમ તે જોવાનું બાકી છે.