શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
રાજ્યમાં વર્તમાન રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. રાજ્યસભાના સાંસદે ટ્વીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા વિસર્જન તરફ જઈ રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતના આ સંકેતો આ અર્થમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પાર્ટીના 30 થી વધુ ધારાસભ્યો બળવો કરશે તો મહાવિકાસ અઘાડીની સરકાર લઘુમતીમાં આવી જશે.

ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપમાં હાલ વેઈટ એન્ડ વોચની સ્થિતિ છે. બીજેપી હાઈકમાન્ડે આ મુદ્દે હજુ સુધી કોઈ વાત કરવાનો કે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે. આ સિવાય નેતાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ હાલ શિવસેના પ્રમુખ વિશે કોઈ નિવેદન ન કરે. ભાજપ હાલમાં શિવસેનાના પત્તાં ખોલે તેની રાહ જોઈ રહ્યું છે, ત્યારબાદ તે પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે.