મહારાણી 3 ટ્રેલર: હુમા કુરેશી ફરી એકવાર રાણી ભારતી તરીકે ‘મહારાણી 3’ સાથે વાપસી કરી રહી છે.
‘મહારાણી 3’ એ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી શ્રેણીની સિક્વલ છે, જેનું પાવરફુલ ટ્રેલર આખરે આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
રાણી ભારતી ફરી એકવાર જનતા અને પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે પાછી ફરી છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે રાનીના બાળકો પર હુમલો થાય છે અને લોકો ઝેરી દારૂના કારણે મૃત્યુ પામે છે.

આ બધાની વચ્ચે સત્તા કબજે કરી ચૂકેલા ભ્રષ્ટાચારીઓ પોતાની રોટલા શેકવામાં વ્યસ્ત છે.

ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે હુમા કુરેશીએ લખ્યું – ‘ બંદૂકનો ઉપયોગતો નબળા લોકો કરે છે, બુદ્ધિશાળી લોકો મગજથી કામ લે છે.

‘મહારાણી 3’નું નિર્માણ નરેન કુમાર અને ડિમ્પલ ખરબંદાએ કર્યું છે.
જ્યારે સૌરભ ભાવેએ આ શ્રેણીનું નિર્દેશન કર્યું છે.

તે સુભાષ કપૂર અને નંદન સિંહ દ્વારા લિખિત વાર્તામાં હુમા કુરેશી રાણી ભારતીનું પાત્ર ભજવીને દર્શકોનું મનોરંજન કરવા જઈ રહી છે.

‘મહારાણી 3’ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો હુમા કુરેશી લીડ રોલમાં છે, અમિત સિયલ, વિનીત કુમાર, પ્રમોદ પાઠક, કની કુસરુતિની પણ ખાસ ભૂમિકામાં છે.

આ સિવાય અનુજા સાઠે, સુશીલ પાંડે, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને સોહમ શાહ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે ‘મહારાણી 3’ આ વર્ષે 7 માર્ચથી SonyLIV પર સ્ટ્રીમ કરવામાં આવશે.