બ્રિસ્બેનથી હર્વે બે સુધી આંચકા અનુભવાયા, વીજળી ગુલ થઈ અને ટ્રેન સેવાઓ ધીમી પડી, ભૂકંપનું કેન્દ્ર (epicentre) નૂસાથી આશરે ૮૦ કિલોમીટર પશ્ચિમમાં અને બ્રિસ્બેનથી ૨૫૦ કિલોમીટર ઉત્તરમાં જમીનથી માત્ર ૨ કિલોમીટરની ઊંડાઈએ

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યના સનશાઇન કોસ્ટ પાસે આજે એક મજબૂત ભૂકંપ આવ્યો છે. જિઓસાયન્સ ઓસ્ટ્રેલિયાના અહેવાલ મુજબ, આ ભૂકંપની તીવ્રતા ૫.૬ મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર (epicentre) નૂસાથી આશરે ૮૦ કિલોમીટર પશ્ચિમમાં અને બ્રિસ્બેનથી ૨૫૦ કિલોમીટર ઉત્તરમાં જમીનથી માત્ર ૨ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ આજે સવારે ૯:૪૯ વાગ્યે આવ્યો હતો.
ભૂકંપના આંચકા એટલા વ્યાપક હતા કે લોકોએ ગોલ્ડ કોસ્ટથી લઈને ઉત્તરમાં હર્વે બે સુધી પણ તેને અનુભવ્યા હોવાનું જણાવ્યું છે. જિઓસાયન્સ ઓસ્ટ્રેલિયાને ૮,૦૦૦ થી વધુ લોકોએ ભૂકંપ અનુભવ્યાના અહેવાલો સબમિટ કર્યા છે.
ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. એનર્જેક્સના ડેની ડોનાલ્ડે જણાવ્યું કે ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અહેવાલોની તપાસ કરવા માટે કર્મચારીઓની ટીમો મોકલવામાં આવી છે. તેમણે ઉમેર્યું, “કુલ મળીને, ફ્રેઝર કોસ્ટ, બુરુમ હેડ્સ અને મુર્ગોન વચ્ચે લગભગ ૧૧,૦૦૦ ગ્રાહકો પ્રભાવિત થયા છે. આશા છે કે જો કોઈ મોટું નુકસાન ન થયું હોય, તો અમે વીજળી પુરવઠો પ્રમાણમાં ઝડપથી પુનઃસ્થાપિત કરી શકીશું.”આંચકાના કારણે ક્વીન્સલેન્ડ રેલની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. ક્વીન્સલેન્ડ રેલવેએ જણાવ્યું કે સલામતીના કારણોસર બ્રિસ્બેન સિટીની તમામ લાઈન પર ટ્રેનો ઓછી ગતિએ ચાલી રહી છે, જેના કારણે સેવાઓમાં ૧૫ મિનિટ સુધીનો વિલંબ થયો છે.
આંચકાના કારણે ક્વીન્સલેન્ડ રેલની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. ક્વીન્સલેન્ડ રેલવેએ જણાવ્યું કે સલામતીના કારણોસર બ્રિસ્બેન સિટીની તમામ લાઈન પર ટ્રેનો ઓછી ગતિએ ચાલી રહી છે, જેના કારણે સેવાઓમાં ૧૫ મિનિટ સુધીનો વિલંબ થયો છે.
સત્તાવાર રીતે કોઈ સુનામીનું જોખમ જાહેર કરવામાં આવ્યું નથી. ભૂકંપના કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના તાત્કાલિક અહેવાલો પ્રાપ્ત થયા નથી.