આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને ચાલી રહેલી આતુરતાનો આખરે અંત આવ્યો છે.
ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે 16 માર્ચે તારીખો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરશે.

લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.
આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે કે નહીં? તે પણ આવતીકાલે સ્પષ્ટ થશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે અને તે પહેલા નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.