તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં 9 લોકોનાં થયા છે મોત, 10 લોકો થયા છે ઇજાગ્રસ્ત

અમદાવાદમાં બુધવારની રાત્રીએ થયેલા ગમખ્વાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ થાય છે કે એસજી હાઇવે પર અકસ્માત દરમિયાન જેગુઆર કારના ડ્રાઇવર તથ્ય પટેેલે સીધી જ ગાડી ટોળા પર ચઢાવી દીધી છે.

બુધવારે મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. જોકે આ દરમિયાન જ 180ની સ્પીડે આવેલી જેગુઆર કારે ટોળાને કચડી નાખ્યું હતું. જેમાં 9 લોકોનાં મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. જેગુઆર કાર ગોતા વિસ્તારનો તથ્ય પ્રગનેશ પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

ઇસ્કોન બ્રીજ પર મહેન્દ્રા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેને પગલે લોકો અકસ્માત જોવા માટે ઉભા રહ્યા હતા. માત્ર આટલું જ નહીં પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન પણ તપાસ હેતુસર ઘટનાસ્થળે જ મોજુદ હતા. જોકે Ahmedabad Fatal Accident: ઈસ્કોન બ્રીજ પર જીવલેણ અકસ્માત, 9 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. મૃતકો મોટાભાગે એસજી હાઇવે આસપાસ પીજીમાં રહેતા યુવકો હતા. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

અકસ્માત સમયે 4 લોકો કારમાં હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. જોકે યુવતી હાલ ગાયબ હોવાનું સામે આવ્યું છે. કારમાં મિજાન શેખ અને નારણ ગુર્જર નામના વ્યક્તિ પણ બેઠેલા હતા જેમને સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.