લદ્દાખના થોઇસથી 25 કિમી દૂર નડ્યો અકસ્માત, કેટલાક જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનોના મોત થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં સાત સૈનિકોના મોત થયા હતા અને ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી. જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં પડી હતી. જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. જો કે આમાંથી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ પ્લેસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો.