લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું છે તે જોતા જો પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહિ આવેતો નવાજુની થવાના અણસાર જોવા મળી રહયા છે.
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી અને ત્યારબાદ તેના પડેલા પ્રત્યાઘાતોએ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે.
રાજપૂત સમાજનું આંદોલન પણ હવે રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતું નહીં, પરંતુ દેશ વ્યાપી બનવા જઈ રહ્યું છે.
આંદોલન દેશવ્યાપી થાય તો દેશમાં 22 કરોડ ક્ષત્રિયો છે.
જેના કારણે ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થઇ શકે છે.
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી અને ત્યારબાદ તેના પડેલાપ્રત્યાઘાતોએ સરકારની ચિંતા વધારી દીધી છે.
રૂપાલાની ટીકીટ રદ નહિ થાયતો જૌહર કરવાની ક્ષત્રિય સમાજની મહિલાઓએ આપેલી ચીમકીને પગલે આ મહિલાઓને પોલીસે આજે નજરકેદ કરી લેતા જોહર કરનાર મહિલાઓને મળવા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ જ્યારે અમદાવાદ બોપલ વિસ્તારમાં સમર્પણ બંગલે પહોંચ્યા ત્યારે તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા અને પોલીસે મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહની અટકાયત કરતા પોલીસ અને દરબાર સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ.
એક તરફ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની દાવેદારી રદ કરવાની માગ કરી રહ્યું છે. જેની સામે સરકાર પરશોત્તમ રૂપાલાને નહીં બદલવા માટે અડગ છે અને જેના કારણે જ આ આંદોલન હવે રાજ્ય વ્યાપી અને ત્યાંથી દેશ વ્યાપી બની જવાની શક્યતા છે.
બીજી આજે ઘટના એ બની કે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રૂપાલાના નિવેદન મુદ્દે રાજપૂત સમાજે વિરોધ પ્રદર્શન કર્યુ અને ખુરશીઓ તોડી છે.
ખંભાળિયામાં દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે સી આર પાટીલ રિબીન કાપવા ગયા ત્યારે 300 જેટલા ક્ષત્રિય સમાજના લોકોએ હોબાળો કર્યો હતો અને કાળા વાવટા ફરકાવી રૂપાલાનો વિરોધ કરી ખુરશીઓની તોડફોડ કરતા માહોલ ગરમાયો હતો.
રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગોતા રાજપુત ભવન ખાતે આગેવાનો સાથે બેઠક અને દેશના 22 રાજ્યોમાં આંદોલનની રૂપરેખા તૈયાર કરવા સહિત મહિપાલસિંહ રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા તે પહેલાંજ તેઓની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે વિવાદ વધશે બીજી તરફ રાજકોટમાં રૂપાલાને કેટલાક પાટીદારોનું સમર્થન મળી રહ્યું છે અને પોસ્ટરો લાગ્યા છે તેથી આ વિસ્તારમાં દરબાર અને પટેલ વચ્ચે સીધી કોન્ટ્રાવર્સી નો માહોલ જ્યારે સુરેન્દ્રનગરના વિસ્તારમાં પુરુસોત્તમ રૂપાલા વિરોધ કરતા પોસ્ટરો લાગ્યા છે જેનાથી માહોલ ગરમાયો છે જોકે,અનેક પાટીદારોએ ક્ષત્રીયોને પોતાનું સમર્થન આપ્યું છે આ સિવાય માલધારી સમાજ સહિત અનેક સંગઠનો સાધુ-સંતોએ પણ ક્ષત્રિય સમાજને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ત્યારે હવે આ મામલે ભાજપ શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું!