KGF સ્ટાર યશે કરોડોની પાન મસાલા બ્રાન્ડની ડીલ નકારી કાઢી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

તાજેતરમાં, જ્યારે બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ એક તમાકુ બ્રાન્ડની જાહેરાતમાં દેખાયા ત્યારે ઘણો હંગામો થયો હતો. સૌથી મોટો વિવાદ ત્યારે થયો જ્યારે આ એડમાં અક્ષય કુમાર જોવા મળ્યો. જબરદસ્ત ટ્રોલિંગ પછી, અક્ષય કુમારે માફી માંગી અને જાહેરાતમાંથી પાછા ફરવાનું નક્કી કર્યું. હવે સમાચાર આવ્યા છે કે એક પાન મસાલા બ્રાન્ડે KGF 2 સ્ટાર યશનો સંપર્ક કર્યો છે. પરંતુ કન્નડ અભિનેતાએ આ જાહેરાત કરવાનો ઇનકાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર, KGF 2 સ્ટાર યશને પાન મસાલા બ્રાન્ડ દ્વારા એન્ડોર્સમેન્ટ માટે કરોડોની ઓફર કરવામાં આવી હતી. પરંતુ KGF 2 સ્ટારે વિલંબ કર્યા વિના તરત જ આ જાહેરાતને ઠુકરાવી દીધી.