Delhi Election 2025 : ભાજપના પરવેશ વર્માએ કેજરીવાલને નવી દિલ્હી બેઠક પર આપી હાર, સિસોદિયા જંગપુરા બેઠક પરથી ભાજપના તારવિંદર સિંઘે હરાવ્યા

વર્તમાન સીએમ આતિષીએ ચૂંટણી જીતીને ‘આપ’ની લાજ બચાવી
દિલ્હીમાં આખરે ભાજપની ડબલ એન્જિન સરકારની રચના થશે. કારણ કે 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂર્ણ થશે. ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા દિગ્ગજો પણ હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ ચાર હજારથી વધુ વોટથી હરાવ્યા છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા હતા. તો જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયાને તારવિંદર સિંઘ મારવાહે હાર આપી હતી. દિલ્હી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન વચ્ચે, આમ આદમી પાર્ટીએ પોતાની ઓફિસને અંદરથી તાળું મારી દીધું છે. પાર્ટી કાર્યાલયમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજધાનીના ૧૯ મતગણતરી કેન્દ્રો માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક કેન્દ્ર પર અર્ધલશ્કરી દળોની બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી. એટલે કે, એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપને બહુમતી મળશે. જો આવું થશે તો તે પોતાનામાં એક નવો ઇતિહાસ હશે.
- આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી પણ માલવિયા નગરથી ચૂંટણી હારી ગયા છે.
- દિલ્હી કેન્ટથી આમ આદમી પાર્ટીના વીરેન્દ્ર સિંહ 2029 મતોથી જીત્યા છે.
- શાલીમાર બાગ બેઠક પરથી ભાજપના રેખા ગુપ્તા 29,595 મતોથી જીત્યા છે.
- રાજૌરી ગાર્ડનથી ભાજપના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાએ ૧૮૧૯૦ મતોથી જીત મેળવી છે.
- રાજેન્દ્ર નગર બેઠક પરથી આપના દુર્ગેશ પાઠક પણ હારી ગયા છે.
,