સવાઇ માધોપુર ફોર્ટમાં કર્યા લગ્ન
કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન ગ્રંથીએ જોડાયા છે અને નવદંપત્તિએ ફેરાની તસવીરો પણ જાહેર કરી છે. કેટરીનાએ સબ્યસાચી દ્વારા ડીઝાઇન કરેલું પાનેતર પહેર્યું હતું. કાચનો મંડપ, ઘોડાગાડી અને કન્યા માટે ડોળીના આયોજન સાથે વિકી અને કેટરીનાએ ભવ્ય લગ્ન સમારોહમાં સાત ફેરા ફર્યા હતા. કેટરિના અને વિકીએ ફક્ત પરિવાર અને તેમના નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું.
સવાઇ માધોપુર ફોર્ટમાં કર્યા લગ્ન
કેટરિના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનના સવાઈ માધોપુર સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. કેટરિનાએ લગ્નનો લહેંગો પહેર્યો હતો. બીજી તરફ, વિકી કૌશલે ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના અને વિકી લગ્ન પછી તરત જ હનીમૂન પર જવાના નથી. કેટ-વિકી 12 ડિસેમ્બર સુધી લક્ઝરી રિસોર્ટમાં જ રહેવાના છે.