હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ફિલ્મ અભિનેત્રી અને હાલ ભાજપના ઉમેદવાર કંગના રનૌતે ઉમેદવારી નોંધાવી છે.
આજે મંગળવારે કંગના રનૌત ડેપ્યુટી કમિશનરની ઓફિસ પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું.
આ પહેલા તેઓએ રોડ શો કર્યો હતો.
આ દરમિયાન હિમાચલ વિધાનસભામાં વિપક્ષના નેતાઓ હાજર રહયા હતા.

કંગના રનૌતે આજે છોટી કાશી મંડીમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

હિમાચલ પ્રદેશમાં નામાંકન ભરવાના આજે છેલ્લા દિવસે મંડી સંસદીય મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર કંગના રણૌતે ડીસી મંડી ઓફિસમાં જઈને પોતાનું નોમિનેશન રજીસ્ટર કરાવ્યું તે સમયે તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, પ્રદેશ અધ્યક્ષ રાજીવ બિંદલ અને વિરોધ પક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના નેતાઓ હાજર રહયા હતા.