અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટે 14 વર્ષે આપ્યો હતો ચુકાદો,28 આરોપીઓને નિર્દોષ જાહેર થયા , આવતીકાલે સજા ફટકારવામાં આવશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ૨૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીન એ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. દોષિતોને આવતીકાલે સજા ફટકારવામાં આવશે.

હજુ કેટલાક આરોપી પાકિસ્તાનમાં આશ્રિત
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે બ્લાસ્ટ મામલે 1100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ છે. 500થી વધુ ચાર્જશીટ દાખલ થઈ છે. આ કેસમાં આઠ આરોપી હજુ ફરાર છે જે પૈકી કેટલાક પાકિસ્તાનમાં છે.

નોંધાઈ હતી 20 પોલીસ ફરિયાદ
બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી. બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે.જ્યારે 1,237 સાક્ષીઓને સરકાર દ્વારા પડતા મુકાયા છે.