દિલ્હીના મંત્રી આતિશીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ‘ભાજપમાં જોડાવો અન્યથા જેલમાં જાઓ’ ભાજપ આ કરી રહ્યું છે, તેઓએ કહ્યું કે મારા ખૂબ જ નજીકના
વ્યક્તિ દ્વારા મને ભાજપમાં જોડાવા માટે સંપર્ક કરવામાં
આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું છે કે તમારી રાજકીય કારકિર્દી બચાવવી હોયતો ભાજપમાં જોડાઈ જાવ નહીતો જેલમાં જવા માટે તૈયાર રહો.

આતિશીએ કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે થોડા દિવસોમાં મારા અને મારા સંબંધીઓના નિવાસસ્થાને EDની રેડ થશે, બધાને સમન્સ મોકલવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે.

તેઓએ આક્ષેપ કર્યો કે મારા સિવાય AAPના અન્ય સાંસદો રાઘવ ચઢ્ઢા, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠકની પણ ધરપકડ થશે.

આતિશીએ ઉમેર્યું હતું કે EDએ ગતરોજ કોર્ટમાં મારું અને
સૌરભ ભારદ્વાજનું નામ લીધું હતુ અને તે નિવેદનના આધારે કે જે છેલ્લા દોઢ વર્ષથી ED અને CBI પાસે છે .
આ નિવેદન EDની ચાર્જશીટમાં પણ છે હવે આ નિવેદન કોર્ટમાં ઉઠાવવાનો મતલબ શું હોય શકે છે? કારણ કે
ભાજપને લાગે છે કે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન જેલમાં હોવા છતાં AAP હજુપણ ચાલી રહ્યું છે અને
પાર્ટી ન ચાલે તે માટે તેઓ અન્ય નેતાઓને પણ જેલમાં ધકેલી દેવા માટે પ્લાન બનાવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દારુ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલે 23 માર્ચે પોતાની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી જે બાદ 27 માર્ચે,
કોર્ટે EDને નોટિસ પાઠવી અને જવાબ માંગ્યો.
21 માર્ચે કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને પણ
પડકાર્યો હતો.
રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદમાં 1 એપ્રિલ
સુધી લંબાવાયા હતા.
જ્યારે આ કેસની સુનાવણી થઈ ત્યારે કોર્ટે તેમને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર મોકલી દીધા છે.
આતિશીએ ઉમેર્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે.