એજબાસ્ટન ટેસ્ટમાં બુમરાહે વિશ્વ રેકોર્ડ બનાવ્યો, સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકાર્યા, બુમરાહે ચાર ફોર, બે સિક્સ ફટકારી હતી. જ્યારે પાંચ વાઇડ, એક નોબોલ અને એક સિંગલ રન મળ્યો

Jasprit Bumrah, Stuart Broad, Edgebaston Test, India Vs England, IndVsEng, જસપ્રીત બુમરાહ, સ્ટુઅર્ટ બ્રોડ,

બ્રોડની એક ઓવરમાં બુમરાહે ચાર ફોર, બે સિક્સ ફટકારી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
બોલિંગમાં તો જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) નો કહેર જોવા મળતો જ હોય છે પરંતુ એજબાસ્ટન (Edgebaston Test) ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે બેટિંગમાં વિસ્ફોટ કર્યો છે. રવિન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ બુમરાહે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ની એક જ ઓવરમાં 35 રન ફટકારીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે ચાર ફોર, બે સિક્સ ફટકારી હતી. જ્યારે પાંચ વાઇડ, એક નોબોલ અને એક સિંગલ રન મળ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી એક ઓવરમાં 35 રન બનાવી શક્યો નથી.

કેવી રીતે બનાવ્યો રેકોર્ડ ?
પહેલા બોલ પર બુમરાહે ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બ્રોડનો બાઉન્સર બોલ વિકેટકીપર સેમ બિલિંગ્સની ઉપર ગયો અને કુલ પાંચ રન આવ્યા. પછી ત્રીજા બોલ પર સાત રન આવ્યા કારણ કે બુમરાહે થર્ડ મેન પર સિક્સર ફટકારી અને નો બોલ પર રન મળ્યો. આ પછી બુમરાહે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછી ઓવરના પાંચમા બોલ પર બુમરાહે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારીને ઓવર 34 રન બનાવ્યા. છેલ્લા બોલ પર બ્રોડને થોડી રાહત મળી કારણ કે બુમરાહ યોર્કર બોલ પર માત્ર એક જ રન લઈ શક્યો.

ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન
જસપ્રીત બુમરાહ, 35 રન, બોલરઃ સ્ટુઅર્ટ બ્રોડ, 2022
બ્રાયન લારા, 28 રન, બોલરઃ આર પીટરસન, 2003
જ્યોર્જ બેઈલ, 28 રન, બોલરઃ જેમ્સ એન્ડરસર, 2013
કેશવ મહારાજ, 28 રન, બોલરઃ જો રૂટ, 2020

આ પહેલા એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ત્રણ ખેલાડીઓના નામે
આ પહેલા ત્રણ ખેલાડીના નામે આ રેકોર્ટ હતો. પહેલા એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ત્રણ ખેલાડીઓના નામે હતો, જેમણે 28-28 રન આપ્યા હતા. સૌથી પહેલા 2003માં વિન્ડીઝ સામે જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસને એક ઓવરમાં 28 રન ખર્ચ્યા હતા. ત્યારબાદ એન્ડરસને 2013માં અને જો રૂટે 2020માં આ કારનામું કર્યું હતું.
ભારતે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. પંતે માત્ર 111 બોલમાં 146 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 20 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર પ્રદર્શન કરતા 104 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન જસપ્રિત બુમરાહ 16 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો.