જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં અદ્ભૂત સિદ્ધિ મેળવી છે. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદથી તે ભારતના નંબર વન ફાસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો છે.
jasprit bumrah એ સૌથી ઝડપી 100 વિકેટ લઈ બનાવ્યો રેકોર્ડ
bcci, Indian cricket, jasprit bumrah, sports newsFacebookTwitterTelegramWhatsAppLinkedInWeChatShare
જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં અદ્ભૂત સિદ્ધિ મેળવી છે. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદથી તે ભારતના નંબર વન ફાસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો છે.
jasprit bumrah : ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી કમાલ કરી હતી. આ ટેસ્ટમાં તેણે પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. ઓલી પોપ તેનો 100મો ટેસ્ટ શિકાર બન્યો. જસપ્રીત બુમરાહે 24 મી ટેસ્ટમાં આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
તે 100 ટેસ્ટ વિકેટ લેનાર ભારતનો સૌથી ઝડપી બોલર છે. તેણે કપિલ દેવ (Kapil Dev)ને પાછળ છોડી દીધો જેણે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. આ રીતે, તે એકંદરે સૌથી ઝડપી 100 ટેસ્ટ લેનાર આઠમા ભારતીય બોલર છે. રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)સૌથી આગળ છે, જેમણે 18 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી.
ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બોલરોમાં, સ્પિનરો (Spinner) ટોચના સાત સ્થાને છે. અશ્વિન પછી ઇરાપલ્લી પ્રસન્ના (20 ટેસ્ટ), અનિલ કુંબલે (Anil Kumble)(21 ટેસ્ટ), ભાગવત ચંદ્રશેખર (22 ટેસ્ટ), સુભાષ ગુપ્તે (22 ટેસ્ટ), પ્રજ્ઞાન ઓઝા (22 ટેસ્ટ), વિનુ માંકડ (23 ટેસ્ટ) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) (24 ટેસ્ટ) છે.નું નામ બુમરાહ પહેલા છે. જસપ્રિત બુમરાહે વર્ષ 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે અદભૂત પ્રગતિ કરી છે. હવે તે ટેસ્ટમાં ભારતનો નંબર વન ફાસ્ટ બોલર (Fast bowler) છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી છે.
વિદેશમાં 100 માંથી 96 વિકેટ લીધી
મજાની વાત એ છે કે, બુમરાહે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પોતાની 100 માંથી 96 ટેસ્ટ વિકેટ લીધી છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં 32, ઈંગ્લેન્ડમાં 32, દક્ષિણ આફ્રિકામાં 14, વેસ્ટ ઈન્ડિઝમાં 13 અને ન્યૂઝીલેન્ડમાં 6 વિકેટ સામેલ છે.