હવે જર્મનીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો ખિતાબ મળ્યો

જાપાનની અર્થવ્યવસ્થા હવે મંદીમાં સપડાઈ ગઈ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જાપાને હવે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થાનું સ્થાન ગુમાવ્યું છે અને તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેનું કારણ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જાપાનની અર્થવ્યવસ્થામાં આવેલો ઘટાડો છે. તમને જણાવી દઈએ કે હવે જર્મનીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો ખિતાબ મળ્યો છે.

જાપાનની કેબિનેટ કાર્યાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બરમાં દેશની સ્થાનિક ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના ક્વાર્ટરમાં પણ તે 3.3 ટકા ઘટ્યો હતો, રિપોર્ટ અનુસાર, સતત ત્રીજા ક્વાર્ટરમાં ઘર અને બિઝનેસ બંને દ્વારા ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રી અનુસાર, જાપાન મંદીની ઝપેટમાં આવી ગયું છે. આવી સ્થિતિમાં સંભવ છે કે બેંક ઓફ જાપાન ટૂંક સમયમાં જાન્યુઆરીમાં મોકલવામાં આવેલા સંકેતોનું પાલન કરશે.

આ વર્તમાન નીતિમાંથી પીછેહઠનો સંકેત

ચોથા ક્વાર્ટરમાં, જાપાનના જીડીપીમાં વાર્ષિક ધોરણે 0.4 ટકાનો ઘટાડો થયો છે. અર્થવ્યવસ્થામાં પણ 0.1 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય જાપાનના ખાનગી વપરાશમાં પણ ચોથા ક્વાર્ટરમાં 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાપાનની અર્થવ્યવસ્થાને સુધારવા માટે બેન્ક ઓફ જાપાન ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લઈ શકે છે.