કાશ્મીરમાં સતત હિન્દુઓની ટાર્ગેટ કિલિંગનો દોર, મૃતક રાજસ્થાનનો રહેવાસી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અહીં આતંકવાદીઓ સતત હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે વિજય કુમાર રાજસ્થાનનો રહેવાસી હતો. આ પહેલા આતંકવાદીઓએ કુલગામમાં જ એક હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી હતી.