1 જુલાઇ અષાઢી બીજે 145મી રથયાત્રા અમદાવાદ ખાતે યોજાશે, મોર કમળ અને ગાય આધારિત થીમ પરથી તૈયાર કરાયા વાઘા-આભૂષણ, ભગવાનના વાઘા પર કરાયું ખાસ જરદોશી વર્ક, સ્ટોન અને જડતરના આકર્ષક દાગીના

નમસ્કાર ગુજારાત ન્યૂઝ
કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા અમદાવાદ ખાતે નિકળશે. રથયાત્રા પહેલા સોમવારે ભગવાનનું મામેરું જગન્નાથ મંદિર ખાતે યોજાયું હતું. જેમાં બેન્ડબાજા તથા વાજતે-ગાજતે મામેરામાં ભક્તો જોડાયા હતા. આજે જગન્નાથ મંદિર તરફથી ભગવાનને મહામુલુ મામેરું આપવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે મામેરું નીકળ્યું હતું. ભગવાનના વાઘા, આભૂષણ સાથે યજમાન નીકળ્યા હતા. આ વર્ષે હોફ ફર્નિચરના માલિક અને આંબાવાડી ખાતે રહેતા રાજેશભાઇ પટેલના પરિવાર તરફથી મામેરું આપવામાં આવ્યું હતું.

મોર, કમળ અને ગાય આધારિત મામેરાની થીમ
અત્યાર સુધી ભગવાનના જે સ્કાય બ્લુ અને અને ગુલાબી કલરના વાઘા નથી બન્યા એવા વાઘા બનાવવા માટે આપ્યા છે. જેમાં ભગવાનને પ્રિય એવા મોર, કમળ અને ગાય પર આખી થીમ તૈયાર કરી છે. ભગવાન જ્યારે મામેરાના કપડા તથા આભૂષણોથી સજ્જ થશે ત્યારે નયનરમ્ય લાગશે તે ચોક્કસ છે.

હાલ ભગવાન છે મામાના ઘર સરસપુર ખાતે બિરાજમાન
બીજી તરફ ભગવાન અત્યારે સરસપુર ખાતે તેમના મામાના ઘરે છે. જ્યાં ભગવાનની ભવ્ય આગતા સ્વાગતા અને તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે. જવાડી પાઘ અને ઝડતરના ભરતવાળા ભગવાનના મામેરાના વાઘા હશે. જ્યારે બહેન સુભદ્રાને મામેરામાં નાકનું નથ, રજવાડી હાર અર્પણ કરવામાં આવશે. નાથના વાઘા અને ઘરેણાં યજમાન દ્વારા જ ડિઝાઇન કરાયા છે.