કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તેથી ભારતે તેનું સન્માન કરવું જોઈએ!
ઐયરના આ નિવેદન સામે વળતા પ્રહારમાં PM મોદીએ કહ્યું કે
કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે, તેઓ કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે તે બોમ્બ વેચવા સુધી પહોંચી ગયો છે, પરંતુ તેના માટે પણ કોઈ ખરીદનાર નથી મળી રહ્યો.
મહત્વનું છે કે મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે અને અમારી પાસે પણ પરમાણું બોમ્બ છે ત્યારે તે પડોશી દેશ ઉપર મનીલો કે જો કોઈ લાહોર પર બોમ્બ ફેંકે તો પણ તેનું રેડિયેશન અમૃતસરમાં પણ 8 સેકન્ડમાં પહોંચી શકે છે.
આમ,પાકિસ્તાન સાથે સન્માનની વાત કરી તેમણે કહ્યું કે જો આપણે પાકિસ્તાનનું સન્માન કરીશું તો તે શાંતિથી જીવશે,જો આપણે તેમને નકારીશું તો ત્યાંની કોઈ વ્યક્તિ ભારત પર બોમ્બ ફેંકવાનું નક્કી કરી શકે છે.
ઓડિશાના કંધમાલમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “એક દિવસ એવો હતો જ્યારે ભારતે વિશ્વને તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે. કહેવામાં આવે છે કે ‘સાવધાન રહો, પાકિસ્તાન એટમ બોમ્બ પણ દેશનું મન મારી રહ્યા છે.’
તેમણે વધુમાં કહ્યું કે, “આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે તેઓ બોમ્બ વેચવા નીકળ્યા છે. તે પણ કોઈ ખરીદતું નથી.
કોંગ્રેસના આ નબળા વલણને કારણે જમ્મુ-કાશ્મીરના લોકો 60 વર્ષથી આતંકનો ભોગ બન્યા છે અને તેમાંય 26/11ના ભયાનક આતંકવાદી હુમલો થયો તે આતંકવાદના સમર્થકો સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસમાં હિંમત ન હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 26 વર્ષ પહેલા આ દિવસે અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને અમે બતાવ્યું હતું કે દેશભક્તિથી રંગાયેલી સરકાર રાષ્ટ્રીય હિત માટે, દેશની સુરક્ષા માટે, દેશના લોકો માટે કામ કરશે.